8th Pay Commission: 8મા કેન્દ્રીય પગાર પંચને આખરે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારાનો માર્ગ મોકળો થયો છે. 8મા પગાર પંચની ટીમમાં એક અધ્યક્ષ, એક પાર્ટ-ટાઇમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે. કમિશનને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવાની રહેશે. જાન્યુઆરીમાં મળેલી સૈદ્ધાંતિક મંજૂરી બાદ, સરકારે હવે સત્તાવાર રીતે પગાર પંચની રચના કરી છે. અહેવાલો અનુસાર, કમિશનનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ કરશે. જસ્ટિસ દેસાઈની નિમણૂક સાથે, પગાર પંચે તેનું કામ શરૂ કરી દીધું છે.



