આ યોજના બધા ક્ષેત્રોને આવરી લેશે, પરંતુ વિનિર્માણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
Government Employment Scheme: નવી નોકરી શરૂ કરી અને તરત જ 15000 રૂપિયા જેટલી ગિફ્ટ મળે તો? આવું હવે શક્ય બન્યું છે કેન્દ્રની મોદી સરકારની નવી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ. આ યોજના ખાસ કરીને EPFOમાં પહેલી વખત રજિસ્ટર્ડ થનારા કર્મચારીઓને લક્ષ્યમાં રાખે છે. 1 લાખ રૂપિયા સુધીના માસિક પગારવાળા કર્મચારીઓને એક મહિનાનો EPF વેતન મહત્તમ 15000 રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે.
કેવી રીતે મળશે પૈસા?
પહેલો હપ્તો: 6 મહિનાની સતત સેવા પૂરી થયા પછી
બીજો હપ્તો: 12 મહિનાની સેવા + વિત્તીય સાક્ષરતા કાર્યક્રમ પૂરો કર્યા પછી
આ પ્રોત્સાહનની રકમ બચત અથવા ડિપોઝિટ ખાતામાં નિશ્ચિત સમય માટે રાખવામાં આવશે અને પછીથી કર્મચારી તેને ઉપાડી શકશે.
કંપનીઓને પણ મોટો લાભ
આ યોજનાનો બીજો ભાગ નિયોક્તાઓ (કંપનીઓ) માટે છે. 1 લાખ રૂપિયા સુધી પગારવાળા નવા કર્મચારીઓ માટે 3000 રૂપિયા મહિને સરકાર તરફથી 2 વર્ષ સુધી વિનિર્માણ ક્ષેત્રે ત્રીજા અને ચોથા વર્ષે પણ ચાલુ રહેશે
- 50થી ઓછા કર્મચારીઓવાળી કંપનીએ ઓછામાં ઓછા 2 નવા કર્મચારીઓ
- 50 કે તેથી વધુ કર્મચારીઓવાળી કંપનીએ ઓછામાં ઓછા 5 નવા કર્મચારીઓ
- ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર આપવો પડશે
યોજનાનો હેતુ અને બજેટ
કુલ ખર્ચ: 99446 કરોડ રૂપિયા
લક્ષ્ય: આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નવા રોજગાર
સમયગાળો: 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 સુધીના નવા રોજગારોને લાભ
આ યોજના બધા ક્ષેત્રોને આવરી લેશે, પરંતુ વિનિર્માણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જો તમે પણ નવી નોકરી શોધી રહ્યા છો કે પહેલી વખત EPFOમાં રજિસ્ટર થવાના છો, તો આ તક ચૂકશો નહીં.