સિનિયર સિટિઝન્સ માટે ખુશખબર! 5 વર્ષની FD પર મળે છે 8.1% સુધીનું વ્યાજ
Senior Citizen Fixed Deposit: જો તમે રિટાયરમેન્ટ પછી સુરક્ષિત અને હઇ રિટર્ન આપતું રોકાણ શોધી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે! ઘણી બેંકોએ સિનિયર સિટિઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. હવે 5 વર્ષની FD પર 8.1% સુધીનું આકર્ષક વ્યાજ મળી રહ્યું છે. આનો અર્થ એ થયો કે તમારું રોકાણ માત્ર સુરક્ષિત જ નહીં, પરંતુ તેના પર ઉંચું વળતર પણ મળશે.
કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ?
પૈસાબજાર.કોમના આંકડા મુજબ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 5 વર્ષની FD પર 8.1%નું વ્યાજ આપે છે. જ્યારે જન સ્મોલ ફાઇનાન્સ બેંક 8.0%નું વળતર આપે છે. આ ઉપરાંત, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 7.7%નું વ્યાજ ઓફર કરે છે.
* દરસૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક - 8.1%
* જન સ્મોલ ફાઇનાન્સ બેંક - 8.0%
* ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક - 7.7%
રોકાણ પહેલાં શું ધ્યાન રાખવું?
સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રોકાણ કરેલી રકમ DICGC હેઠળ 5 લાખ રૂપિયા સુધી સુરક્ષિત છે. એટલે કે, કોઈ અણધારી સ્થિતિમાં તમારી FDની રકમ અને તેનું વ્યાજ 5 લાખ રૂપિયા સુધી સુરક્ષિત રહેશે. જોકે, નિષ્ણાતો સલાહ આપે છે કે સિનિયર સિટિઝન્સે તેમની કુલ બચતનો મોટો હિસ્સો આવી બેંકોમાં રોકાણ ન કરવો જોઈએ. સલામતી માટે, રોકાણની રકમને આ બીમા મર્યાદા (5 લાખ) સુધી મર્યાદિત રાખવી વધુ સારું છે.
TDS અને ટેક્સની માહિતી
જો સિનિયર સિટિઝનને બેંક FDમાંથી વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ વ્યાજ મળે, તો બેંક TDS કાપે છે. પરંતુ જો તમારી કુલ આવક ટેક્સની મર્યાદાથી ઓછી હોય, તો તમે ફોર્મ 15H સબમિટ કરીને TDS ટાળી શકો છો. નાણાકીય વર્ષ 2025-26ના નવા ટેક્સ રેજિમ હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આવી સ્થિતિમાં, જેમની આવક આ મર્યાદાથી ઓછી હોય, તેઓ TDS રિફંડ મેળવી શકે છે.
શા માટે FD છે બેસ્ટ ઓપ્શન?
સિનિયર સિટિઝન્સ માટે FD એક સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ છે. ખાસ કરીને નાની ફાઇનાન્સ બેંકો ઊંચું વ્યાજ આપી રહી છે, જેનાથી રિટાયરમેન્ટ પછી નિયમિત આવકનું સાધન બની શકે છે. જો તમે પણ આવા રોકાણની યોજના બનાવી રહ્યા છો, તો બેંકની વિશ્વસનીયતા, DICGC કવરેજ અને ટેક્સના નિયમોની વિગતો ચકાસી લો.