Investment Calculation: દરેક વ્યક્તિને તેની કમાણીને વધારવાની ઇચ્છા હોય છે, પછી તે રિટાયરમેન્ટ માટે હોય કે બાળકોના ભણતર માટે. પરંતુ સવાલ એ છે કે તમારા પૈસા કેટલા સમયમાં બમણા થશે? આના જવાબ માટે એક સરળ ટૂલ છે - રુલ ઓફ 72. આ ફોર્મ્યુલા વડે તમે તમારા રોકાણના રિટર્ન રેટને આધારે અંદાજ કાઢી શકો છો.
રુલ ઓફ 72 શું છે? આ એક બેઝિક મેથ છે જેમાં તમારે 72ને તમારા રોકાણના વાર્ષિક રિટર્ન રેટથી વિભાજિત કરવાનું હોય છે. જે આંકડો આવે તે વર્ષોની સંખ્યા હશે જેમાં તમારા પૈસા ડબલ થઈ શકે. આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પર આધારિત છે અને ખાસ કરીને 6થી 10 પર્સન્ટ રિટર્ન વાળા રોકાણોમાં સારું કામ કરે છે.
ઉદાહરણ તરીકે, જો તમે 1 લાખ રૂપિયા FDમાં મૂકો અને તેના પર 7% વ્યાજ મળે તો 72ને 7થી ડિવાઇડ કરીએ તો 10.28 વર્ષ લાગશે પૈસા ડબલ થવામાં. PPFમાં હાલનો રેટ 7.1% છે, તો અહીં 10.14 વર્ષમાં ડબલ થઈ શકે છે.
ઇક્વિટીની વાત કરીએ તો, 2024માં નિફ્ટી50એ લગભગ 13.5% રિટર્ન આપ્યું હતું. આ રેટ પર પૈસા 5.33 વર્ષમાં ડબલ થઈ જાય. મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે રેગ્યુલર ઇન્વેસ્ટ કરો અને એવરેજ 12% રિટર્ન મળે તો માત્ર 6 વર્ષમાં ડબલ થઈ શકે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમથી ભરેલું છે. કોઈપણ રોકાણ પહેલાં એક્સ્પર્ટની સલાહ લો. અમે કોઈ ઇન્વેસ્ટમેન્ટની ભલામણ નથી કરતા.