તમારું વાહન 10 વર્ષ જૂનું છે? તો ખિસ્સું ખાલી કરવા તૈયાર રહો! સરકારે ફિટનેસ ફી 10 ગણી વધારી, જાણો નવા દરો | Moneycontrol Gujarati
Get App

તમારું વાહન 10 વર્ષ જૂનું છે? તો ખિસ્સું ખાલી કરવા તૈયાર રહો! સરકારે ફિટનેસ ફી 10 ગણી વધારી, જાણો નવા દરો

Vehicle Fitness Fee Hike: કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો જંગી વધારો કર્યો છે. જો તમારું વાહન 10 વર્ષથી વધુ જૂનું હોય તો આ નવા નિયમો અને ફીના દરો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ વિગતો અહીં જાણો.

અપડેટેડ 12:02:46 PM Nov 19, 2025 પર
Story continues below Advertisement
કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો જંગી વધારો કર્યો છે.

Vehicle Fitness Fee Hike: જો તમે જૂનું વાહન વાપરી રહ્યા છો, તો કેન્દ્ર સરકારનો નવો નિર્ણય તમારા બજેટ પર મોટી અસર કરી શકે છે. સરકારે દેશના રસ્તાઓ પરથી જૂના અને પ્રદુષણ ફેલાવતા વાહનોને દૂર કરવાના હેતુથી વાહન ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણા સુધીનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા લાગુ કરાયેલા આ નિયમોનો સીધો અર્થ એ છે કે હવે જૂનું વાહન સાચવવું પહેલા કરતાં ઘણું મોંઘું પડશે.

નવા નિયમોમાં મુખ્ય ફેરફારો શું છે?

સૌથી મોટો અને મહત્વનો ફેરફાર એ છે કે હવે વધારાની ફી ફક્ત 15 વર્ષ જૂના વાહનો પર જ નહીં, પરંતુ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વાહનો પર પણ લાગુ થશે. સરકારે વાહનોની ઉંમર પ્રમાણે ત્રણ નવી કેટેગરી બનાવી છે:

10 થી 15 વર્ષ

15 થી 20 વર્ષ


20 વર્ષથી વધુ

આ નિયમ તમામ પ્રકારના વાહનો જેવા કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર (LMV), અને ખાસ કરીને મોટા કોમર્શિયલ વાહનો (ટ્રક અને બસ) પર લાગુ થશે.

જાણો કોણે કેટલી ફી ચૂકવવી પડશે?

વાહનની ઉંમર અને પ્રકાર પ્રમાણે ફીના દરો નક્કી કરવામાં આવ્યા છે. જેમ-જેમ વાહન જૂનું થતું જશે, તેમ-તેમ ફિટનેસ ટેસ્ટની ફી વધતી જશે.

15 વર્ષથી વધુ જૂના વાહનો માટે

ટ્રક અથવા બસ (20 વર્ષથી વધુ): પહેલા 2,500 હતા, જે હવે 25,000 થયા છે.

મીડિયમ કોમર્શિયલ વાહન: પહેલા 1,800 હતા, જે હવે 20,000 થયા છે.

લાઇટ મોટર વાહન (કાર): હવે 15,000 ચૂકવવા પડશે.

ત્રણ પૈડાંવાળું વાહન (રિક્ષા): હવે 7,000 ચૂકવવા પડશે.

ટુ-વ્હીલર (બાઇક/સ્કૂટર): પહેલા 600 હતા, જે હવે 2,000 થયા છે.

15 વર્ષથી ઓછા જૂના વાહનો માટે: નવા નિયમો મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના વાહનોની ફીમાં પણ વધારો કરાયો છે.

* મોટરસાઇકલ: 400

* લાઇટ મોટર વાહન (કાર): 600

* હેવી કોમર્શિયલ વાહન: 1,000

આ નિર્ણયનો મુખ્ય હેતુ જૂના વાહનોને રસ્તા પરથી હટાવીને પ્રદુષણ ઘટાડવાનો અને માર્ગ સલામતી વધારવાનો છે. આથી, જો તમારું વાહન જૂનું થઈ ગયું હોય, તો હવે તમારે તેના ફિટનેસ સર્ટિફિકેટ માટે મોટી રકમ ચૂકવવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો- વીમા પ્રીમિયમ પર GST ઝીરો, પણ ફાયદો ગાયબ! જાણો કેમ સામાન્ય માણસના ખિસ્સા પર હજુ પણ પડે છે બોજ?

MoneyControl News

MoneyControl News

First Published: Nov 19, 2025 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.