Gen Z માટે મની મંત્ર: પહેલી સેલેરીથી શરૂ કરો રોકાણ, 40 પહેલાં બનો કરોડપતિ!
Gen Z Investment: Gen Z માટે ફાઇનાન્શિયલ સફળતાનો મંત્ર! પહેલી સેલેરીથી રોકાણ શરૂ કરો અને 40 પહેલાં કરોડપતિ બનો. SIP, ઇન્શ્યોરન્સ અને સ્માર્ટ રોકાણની ટિપ્સ સાથે જાણો કેવી રીતે બનાવવું સુરક્ષિત ભવિષ્ય.
એક સ્ટડી અનુસાર ભારતમાં 48% મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો 18થી 30 વર્ષની ઉંમરના છે, જેમાંથી મોટાભાગના ટિયર-2 શહેરોમાંથી આવે છે.
Gen Z Investment: આજની Gen Z ટેક્નોલોજી અને કરિયરમાં સ્માર્ટ હોવાની સાથે પોતાના ફાઇનાન્શિયલ ભવિષ્યને પણ સુરક્ષિત કરવા માગે છે. પરંતુ ખરી સ્માર્ટનેસ ત્યારે જ દેખાય જ્યારે આ યુવા પેઢી પોતાની પહેલી સેલેરીથી જ રોકાણની શરૂઆત કરે. નિષ્ણાતોનું માનવું છે કે જો 21થી 25 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરી દેવામાં આવે, તો 40 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બનવાનું સપનું હકીકતમાં બદલાઈ શકે છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, "જેટલું વહેલું રોકાણ શરૂ કરશો, તેટલો વધુ ફાયદો કમ્પાઉન્ડિંગનો મળશે. નાનું રોકાણ પણ લાંબા ગાળે મોટી સંપત્તિ બનાવી શકે છે." આ રોકાણ માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને ભવિષ્યના જોખમો સામે રક્ષણ પણ આપે છે.
શા માટે જરૂરી છે વહેલું રોકાણ?
કમ્પાઉન્ડિંગનો જાદુ: જેટલી વહેલી શરૂઆત, તેટલો વધુ સમય રોકાણને વધવા માટે મળે છે, જે વ્યાજ પર વ્યાજ કમાઈને રકમને ઘણી ગણી વધારે છે.
ફાઇનાન્શિયલ ડિસિપ્લિન: દર મહિને થોડું-થોડું રોકાણ કરવાથી પૈસાના સમજદાર ઉપયોગની ટેવ પડે છે.
રિસ્કનો બફર: નાની ઉંમરે રિસ્ક લેવાની ક્ષમતા વધુ હોય છે અને માર્કેટના ઉતાર-ચઢાવને સહન કરવાનો સમય પણ મળે છે.
કેવી રીતે શરૂ કરવું?
SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન): ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP એ સૌથી સરળ અને અસરકારક રીત છે.
ટર્મ ઇન્શ્યોરન્સ: પરિવારની સુરક્ષા માટે ટર્મ પ્લાન આવશ્યક છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ: નાની ઉંમરે પ્રીમિયમ ઓછું હોય છે અને તબીબી ખર્ચથી બચાવ થાય છે.
ELSS અને ULIPs: ટેક્સ બચત અને લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પો.
સ્માર્ટ રોકાણના મંત્ર
પોર્ટફોલિયોને 70:30 (ઇક્વિટી:ડેબ્ટ) રેશિયોથી શરૂ કરો.
ઇમરજન્સી ફંડ અલગ રાખો.
SIP ઓટોમેટિક સેટ કરો જેથી ખર્ચનો લાલચ ન રહે.
ક્રેડિટ કાર્ડ જેવા હાઇ-ઇન્ટરેસ્ટ લોનથી બચો.
દર વર્ષે પોર્ટફોલિયોની સમીક્ષા કરો.
નવો ટ્રેન્ડ
એક સ્ટડી અનુસાર ભારતમાં 48% મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો 18થી 30 વર્ષની ઉંમરના છે, જેમાંથી મોટાભાગના ટિયર-2 શહેરોમાંથી આવે છે. જુલાઈ 2025માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 42,702 કરોડ રૂપિયાનું નેટ રોકાણ થયું હતું.