પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 4.79 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ બન્યા આત્મનિર્ભર | Moneycontrol Gujarati
Get App

પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 4.79 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ બન્યા આત્મનિર્ભર

પીએમ સ્વનિધિ યોજના, જેની શરૂઆત 1 જૂન 2020ના રોજ થઈ હતી, તેનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સને ફોર્મલ ફાઈનાન્સિયલ સિસ્ટમ સાથે જોડવાનો હતો. ગુજરાતે આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકી, જુલાઈ 2023 સુધીમાં 3 લાખ લોનનું વિતરણ કરી પ્રથમ ટાર્ગેટ હાંસલ કર્યો.

અપડેટેડ 12:40:22 PM Jun 01, 2025 પર
Story continues below Advertisement
PM Swanidhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પીએમ સ્વનિધિ યોજનાએ પાંચ વર્ષની સફળ સફર પૂર્ણ કરી છે.

PM Swanidhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પીએમ સ્વનિધિ યોજનાએ પાંચ વર્ષની સફળ સફર પૂર્ણ કરી છે. આ યોજના દેશભરના સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે, જેમાં ગુજરાતે દેશમાં અગ્રણી સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ યોજનાને મિશન મોડમાં લાગુ કરી, 4.79 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે.

ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ

પીએમ સ્વનિધિ યોજના, જેની શરૂઆત 1 જૂન 2020ના રોજ થઈ હતી, તેનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સને ફોર્મલ ફાઈનાન્સિયલ સિસ્ટમ સાથે જોડવાનો હતો. ગુજરાતે આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકી, જુલાઈ 2023 સુધીમાં 3 લાખ લોનનું વિતરણ કરી પ્રથમ ટાર્ગેટ હાંસલ કર્યો. આ પછી, ઓક્ટોબર 2024 સુધીમાં 4 લાખ લોનનો બીજો ટાર્ગેટ પણ પૂરો કરી રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન મેળવ્યું. કેન્દ્ર સરકારે નવેમ્બર 2024માં ગુજરાત માટે ટાર્ગેટ વધારીને 5.20 લાખ લોનનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો, જેનો 92.14% હિસ્સો ગુજરાતે પૂરો કરી લીધો છે. આ સિદ્ધિ સાથે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે છે.

આર્થિક સશક્તિકરણનો પાયો

ગુજરાતે આ યોજના હેઠળ 4,79,141 સ્ટ્રીટ વેન્ડર્સને લોનની સુવિધા પૂરી પાડી, જેમાં પ્રથમ હપ્તાની લોન 4.79 લાખથી વધુ વેન્ડર્સને, બીજા હપ્તાની લોન 1.71 લાખ વેન્ડર્સને અને ત્રીજા હપ્તાની લોન 42,176 વેન્ડર્સને આપવામાં આવી. કેન્દ્ર સરકારે ગુજરાતને 30.47 કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ સબસિડી આપી, જેથી વેન્ડર્સ પર લોન ચૂકવણીનું દબાણ ઘટે અને વધુ લોકો યોજના સાથે જોડાય. આ ઉપરાંત, ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા વેન્ડર્સને 15.87 કરોડનું કેશબેક પણ મળ્યું છે.


ડિજિટલ સાક્ષરતા અને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝન

ગુજરાત સરકારે ડિજિટલ સાક્ષરતા અને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝન પર ખાસ ફોકસ કર્યું છે. રાજ્યમાં રેગ્યુલર ડિજિટલ લિટરસી કેમ્પ યોજાય છે, જેમાં વેન્ડર્સને રિયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમની ટ્રેનિંગ આપવામાં આવે છે. મેગા લોન ડિસ્ટ્રિબ્યુશન કેમ્પ દ્વારા વેન્ડર્સનું ઓનબોર્ડિંગ સરળ બન્યું છે. આ ઉપરાંત, સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) અને ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના સહયોગથી શુક્રવાર અને શનિવારે સ્પેશિયલ લોન ડિસ્ટ્રિબ્યુશન ડે યોજાય છે, જેથી ઝડપી અને નિશ્ચિત લોન વિતરણ થાય.

ગુજરાતની સમર્પિત પહેલ

ગુજરાતની આ સફળતા સ્ટ્રીટ વેન્ડર્સના સશક્તિકરણ પ્રત્યે રાજ્યની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ડિજિટલ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો પ્રચાર અને વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથેનો સક્રિય સહયોગ ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે હજારો વેન્ડર્સ જરૂરી રિસોર્સિસ સુધી પહોંચી શકે અને પોતાનો બિઝનેસ મજબૂત કરી શકે. આ સંયુક્ત પ્રયાસોથી ગુજરાતે સાબિત કર્યું છે કે રાજ્ય સ્તરે અસરકારક ગવર્નન્સ દ્વારા માત્ર જીવન બદલાઈ શકે છે, પરંતુ સમુદાયોને સશક્ત બનાવી ગ્રાસરૂટ લેવલે ઇકોનોમિક ગ્રોથ પણ શક્ય છે.

આ પણ વાંચો- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2025 12:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.