પ્રોપર્ટી ગુરુ: મુંબઈમાં કલસ્ટર રિડેવલપમેન્ટ માટે FSI પર 50 ટકાની રાહત - Property Guru: 50 percent relaxation on FSI for cluster redevelopment in Mumbai | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: મુંબઈમાં કલસ્ટર રિડેવલપમેન્ટ માટે FSI પર 50 ટકાની રાહત

આજે જાણકારી લઈશું ક્રેડાઈ-એમચીના સીઓઓ, કેવલ વાંલભિયા, મન ઇન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડના એમડી, મનન શાહ અને સુવિધા લાઇફ સ્પેસના મેનેજિંગ પાર્ટનર, હર્સુલ સવાલા પાસેથી.

અપડેટેડ 05:30:19 PM Jun 10, 2023 પર
Story continues below Advertisement

ક્રેડાઈ-એમચીના સીઓઓ, કેવલ વાંલભિયાના મતે -

10,000 બિલ્ડિંગ્સને રિડેવલપમેન્ટની જરૂર છે. મુંબઇ શહેરને રિડેવલપમેન્ટની તાતી જરૂરિયાત છે. મુંબઇમાં મોટા ભાગના પ્રોજેક્ટ રિડેવલપમેન્ટના છે. મુંબઇમાં ઘરોની કિંમતો ઘણી ઉંચી હોય છે. મુંબઇમાં ઘરોની કિંમતો નીચે લાવવી જોઇએ.

મુંબઇમાં પ્રિમીયમ અન્ય શેહરોથી ઘણા વધારે છે. પ્રિમીયમ ઘટાડવાની રજૂઆત છે. મુંબઇને હોલિસ્ટિક સિટી બનાવવાની જરૂર છે. 13 ટકા જીડીપીમાં રિયલ એસ્ટેટનુ યોગદાન છે. નવી મુંબઇ ડેવલપમેન્ટ કમિટી બનાવાય છે.


મન ઇન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડના એમડી, મનન શાહના મતે -

મુંબઇમાં કલસ્ટર રિડેવલપમેન્ટ પર FSI પર 50 ટકાની રાહત મળે છે. આ રાહત મુંબઇ અને મુંબઇ સબર્બના પ્રોજેક્ટ પર લાગુ થશે. મુંબઇ માટે 4000 સ્કેવર મીટરનો પ્લોટ પર આ રાહત લાગુ છે. સબર્બ માટે 6000 સ્કેવર મીટરના પ્લોટ પર રાહત લાગુ છે.

મુંબઇને હવે અર્બન ડેવલપમેન્ટની જરૂર છે. એક થી વધુ સોસોયટી સાથે મળી કલસ્ટર રિડેવલપમેન્ટ થઇ શકશે. નાની સોસોયટી એક સાથે મળી સારા ડેવલપર સાથે રિડેવલપમેન્ટ કરી શકશે. ખુલ્લી જગ્યા, પાર્કિંગ વગેરે સારી સુવિધાનો લાભ સોસાયટીને મળશે. મોટા ડેવલપર્સને કલસ્ટર ડેવલપમેન્ટ પર રાહતનો લાભ લઇ શકશે.

નાની સોસાયટી સાથે મળી સારા ડેવલપર પાસે રિડેવલપમેન્ટ કરાવી શકશે. રાહતનો સમયગાળો 1 વર્ષથી વધારે અપાય એવી રજૂઆત કરી છે. રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે સહમતિ બનાવવા સમય જરૂરી છે. ડેવલપર્સને જીએસટી પર ઇનપુટ ક્રેડિટ નથી મળતી.

દરેક માલની ખરિદી પર લાગતો જીએસટીએ ખર્ચ બની ગયો છે. ગ્રાહકો માટે ઘરની કિંમતો વધી જાય છે. રિડેવલપમેન્ટમાં મેમ્બરના એરિયાની ઉપર જીએસટી લાગે છે. મેમ્બરના એરિયા પર જીએસટી ન લાગવું જોઇએ.

સુવિધા લાઇફ સ્પેસના મેનેજિંગ પાર્ટનર, હર્સુલ સવાલાના મતે -

4000ચોમી કે 6000 ચોમીની એક સોસાયટી પણ FSI રાહત મેળવી શકશે. રિડેવલપમેન્ટ માટે 51 ટકા લોકોની સહમતીથી રિડેવલપમેન્ટ કરી શકાય છે. રિડેવલપમેન્ટ માટે ઘર માલિકોની સહમતી આવતા ઘણો સમય લાગે છે.

અપ્રુવલ સ્ટેજ પર હોય તેવી સોસાયટીને આ રાહતનો લાભ મળશે. રિડેવલપમેન્ટના અલગ અલગ 6 પ્રકારો છે. પાઘડીના બિલ્ડિંગોને રિડેવલપમેન્ટની ખાસી જરૂર છે. ગીચો ગીચ વિસ્તારની નાની સોસાયટીનું રિડેવલપમેન્ટ પણ મુશ્કેલ છે. કલસ્ટર રિડેવલપમેન્ટ પર રાહત 3 થી 5 વર્ષ માટે અપાવી જોઇએ. પ્રિમીયમની રાહત માટે માલિકોની રિડેવલપમેન્ટ માટે સહમતિ જરૂરી છે.

ત્યાર બાદ BMCથી પ્લાન પાસ થવો જરૂરી છે. અપ્રુવલ સ્ટેજ સુધી આવતા દોઢ થી બે વર્ષનો સમય લાગે છે. પ્રોજેક્ટ પર સ્ટેપ ડ્યુટી, જીએસટી, પ્રીમિયમ જેવા ખર્ચ લાગે છે. બાંધકામને લગતા દરેક સામાન પર જીએસટી લાગે છે. હોમ બાયર્સ પર માટે આ તમામને કારણે ઘર મોંઘા બને છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ જીએસટી પર મળે તેવી અપેક્ષા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 10, 2023 5:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.