જો તમે હોમ લોન કે અન્ય કોઈ લોનની EMI ચૂકવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ બની શકે છે. RBI આ અઠવાડિયે ફરી વ્યાજ દર ઘટાડી શકે છે, અને જો આવું થાય, તો લોનની EMI સસ્તી થઈ શકે છે. નિષ્ણાતોને આશા છે કે 6 જૂને રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.