રિલાયન્સ-ગૂગલની મેગા ડીલ! 18-25 વર્ષના જિયો યુઝર્સને 18 મહિના સુધી ફ્રી મળશે Gemini Pro, કિંમત 35,000
Reliance Jio Google Gemini Pro: રિલાયન્સ જિયો અને ગૂગલની મોટી પાર્ટનરશિપ: 18થી 25 વર્ષના યુઝર્સને 18 મહિના સુધી ફ્રી Gemini Pro AI, 2TB સ્ટોરેજ સાથે. કેવી રીતે ક્લેમ કરવું? સંપૂર્ણ માહિતી અહીં.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૂગલ સાથે મોટી સાઝેદારી કરી છે. આના થકી જિયોના 18 થી 25 વર્ષના યુવા યુઝર્સને 18 મહિના સુધી ગૂગલનું Gemini Pro AI પ્લાન બિલકુલ ફ્રી મળશે.
Reliance Jio Google Gemini Pro: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૂગલ સાથે મોટી સાઝેદારી કરી છે. આના થકી જિયોના 18 થી 25 વર્ષના યુવા યુઝર્સને 18 મહિના સુધી ગૂગલનું Gemini Pro AI પ્લાન બિલકુલ ફ્રી મળશે. આ પ્લાનની માર્કેટ વેલ્યુ આશરે 35,000 છે. આ ઓફર 30 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને મર્યાદિત સમય માટે છે. જિયોના 5G અનલિમિટેડ પ્રીપેડ કે પોસ્ટપેડ પ્લાન (349થી શરૂ)વાળા અને 25 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને આ લાભ મળશે. MyJio એપમાં ‘Claim Now’ બેનર પર ક્લિક કરીને ઓફર એક્ટિવેટ કરી શકાય. 18 મહિના સુધી લાભ ચાલુ રાખવા અનલિમિટેડ 5G પ્લાનમાં રહેવું પડશે.
હાલના Gemini Pro પેઈડ યુઝર્સને તેમનું સબસ્ક્રિપ્શન પૂરું થયા પછી ‘Google AI Pro – Powered by Jio’ પ્લાનમાં સ્વિચ કરવાની સુવિધા મળશે.
Gemini Proમાં શું મળશે?
આ AI ટૂલમાં અનલિમિટેડ ચેટ, 2TB ક્લાઉડ સ્ટોરેજ, Veo 3.1થી વીડિયો જનરેશન, Nano Banana મોડલથી ઈમેજ જનરેશન અને અન્ય એડવાન્સ ટૂલ્સ મળશે. આ કન્ટેન્ટ બનાવવા, ડિઝાઈન અને પ્રોડક્ટિવિટી વધારવામાં મદદ કરશે.
મુકેશ અંબાણીએ શું કહ્યું?
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, “રિલાયન્સ ઈન્ટેલિજન્સનો ધ્યેય 1.45 અબજ ભારતીયોને AI સુધી પહોંચાડવાનો છે. ગૂગલ જેવા પાર્ટનર સાથે ભારતને AI-સશક્ત બનાવીશું.”
ગૂગલ ક્લાઉડ સાથે નવી ડીલ
રિલાયન્સે ગૂગલ ક્લાઉડ સાથે પણ સાઝેદારી કરી છે. ભારતીય કંપનીઓને TPU જેવા AI હાર્ડવેર મળશે. આનાથી મોટા AI મોડલ ટ્રેન કરવા અને ઝડપી ઈન્ફરન્સ મળશે.
સુંદર પિચાઈએ શું કહ્યું?
ગૂગલ CEO સુંદર પિચાઈએ કહ્યું, “રિલાયન્સ સાથે અમે કરોડો ભારતીયોને સસ્તું ઈન્ટરનેટ અને સ્માર્ટફોન આપ્યા. હવે AI યુગમાં આગળ વધીએ છીએ. આ પગલું ભારતમાં AIની પહોંચ વધારશે.” રિલાયન્સ ઈન્ટેલિજન્સ હવે ગૂગલ ક્લાઉડનો ‘ગો-ટુ-માર્કેટ પાર્ટનર’ બનશે. Gemini Enterpriseને પ્રમોટ કરશે અને પોતાના AI એજન્ટ્સ બનાવશે. આ સાઝેદારી ભારતને AIમાં આગળ લઈ જશે. યુવાનોને મફત AI ટૂલ્સ મળવાથી નવી તકો ખુલશે.