Snapchat Storage Plan: સ્નેપચેટ નથી રહ્યું ફ્રી! 5GBથી વધુ સ્ટોરેજ માટે ચૂકવવા પડશે પૈસા, જાણો રિચાર્જ પ્લાન
Snapchat Storage Plan: સ્નેપચેટે 5GBથી વધુ મેમોરીઝ સ્ટોરેજ માટે રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. 100GB, 256GB અને 5TBના પ્લાનની કિંમત અને વિગતો જાણો. 12 મહિના ફ્રી સ્ટોરેજ પછી ડેટા ડિલીટ થશે, તો હવે શું કરશો?
સ્નેપચેટે 10 વર્ષ સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપ્યું, પરંતુ હવે તેઓ ગૂગલ ક્લાઉડ અને આઈક્લાઉડની જેમ ચાર્જ લેવાનું શરૂ કરી રહ્યા છે.
Snapchat Storage Plan: સ્નેપચેટ, જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય એપ છે, તેણે પોતાની મેમોરીઝ સર્વિસમાં મોટો ફેરફાર કર્યો છે. હવે યુઝર્સને 5GBથી વધુ ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે પૈસા ચૂકવવા પડશે. આ નિર્ણયથી ભારતના લાખો યુઝર્સને આંચકો લાગ્યો છે, જેઓ વર્ષોથી આ એપમાં પોતાની યાદો સાચવતા હતા.
શું છે નવો નિયમ?
સ્નેપચેટે 10 વર્ષ સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપ્યું, પરંતુ હવે તેઓ ગૂગલ ક્લાઉડ અને આઈક્લાઉડની જેમ ચાર્જ લેવાનું શરૂ કરી રહ્યા છે. જો તમે 5GBથી વધુ ડેટા સ્ટોર કરવા માંગતા હો, તો તમારે રિચાર્જ પ્લાન લેવો પડશે. ફિલહાલ, સ્નેપચેટ 12 મહિનાનું ફ્રી સ્ટોરેજ આપી રહ્યું છે, પરંતુ તે પછી પ્લાન નહીં લેનાર યુઝર્સનો ડેટા ડિલીટ કરવામાં આવશે.
રિચાર્જ પ્લાનની વિગતો
સ્નેપચેટે ત્રણ સ્ટોરેજ પ્લાન રજૂ કર્યા છે:
100GB પ્લાન: $1.99/મહિને (આશરે 165 રૂપિયા).
256GB પ્લાન: આશરે 330 રૂપિયા/મહિને, જે Snapchat+નો ભાગ છે.
5TB પ્લાન: આ સૌથી મોટો પ્લાન છે, પરંતુ તેની કિંમતની વિગતો હજુ સ્પષ્ટ નથી.
યુઝર્સ પાસે શું વિકલ્પ છે?
યુઝર્સ પાસે હવે બે જ રસ્તા છે:
12 મહિનાની અંદર રિચાર્જ પ્લાન લઈ લો.
તમારો ડેટા મોબાઈલ, લેપટોપ કે હાર્ડ ડ્રાઈવમાં ટ્રાન્સફર કરી લો.
આ નવો નિયમ યુઝર્સ માટે નવો ખર્ચ ઉમેરશે, પરંતુ સ્નેપચેટની આ પોલીસી કંપનીને લાંબા ગાળે નફો આપી શકે છે. જો તમે સ્નેપચેટના ફેન છો, તો હવે તમારી મેમરીઝ બચાવવા માટે ઝડપથી નિર્ણય લો.