હવાઈ મુસાફરો માટે ખાસ Indigo SBI Card લોન્ચ, જાણો શાનદાર બેનિફિટ્સ અને ફી
Indigo SBI Card એ હવાઈ મુસાફરો માટે શાનદાર રિવોર્ડ્સ અને બેનિફિટ્સ સાથે લોન્ચ થયું છે. જાણો ઇન્ડિગો એસબીઆઈ કાર્ડ અને એલિટના ફાયદા, ફીસ અને 5000 બ્લૂચિપ્સ સહિતના વેલકમ બેનિફિટ્સ વિશે.
જો તમે નિયમિત હવાઈ મુસાફરી કરો છો અને ફ્લાઇટ તેમજ હોટેલ બુકિંગ પર રિવોર્ડ્સ ઈચ્છો છો, તો Indigo SBI Card તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
SBI Card Elite: દેશની સૌથી મોટી એરલાઇન Indigo અને SBI Cardએ મળીને હવાઈ મુસાફરો માટે ખાસ 'Indigo SBI Card' લોન્ચ કર્યું છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ખાસ કરીને નિયમિત હવાઈ મુસાફરી કરનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ફ્લાઇટ બુકિંગથી લઈને હોટેલ બુકિંગ સુધી અનેક કેટેગરીમાં આકર્ષક રિવોર્ડ્સ આપે છે. આ કાર્ડ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: Indigo SBI Card અને Indigo SBI Card Elite, જે Mastercard અને RuPay પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
શું છે ખાસ બેનિફિટ્સ?
SBI Cardની વેબસાઇટ અનુસાર, Indigo SBI Card Elite સાથે વેલકમ બેનિફિટ તરીકે 5000 Indigo Bluechips અને એક 6E Eats Voucher આપવામાં આવશે. આ ઉપરાંત, રિન્યુઅલ બેનિફિટ તરીકે પણ 5000 Bluechips અને એક 6E Eats Voucher મળશે. Indigo SBI Card Elite વાપરનારાઓને Indigoની ફ્લાઇટ્સ અને પાર્ટનર હોટેલ્સના બુકિંગ પર 7% રિવોર્ડ મળશે, જ્યારે Indigo SBI Card પર આ રિવોર્ડ 3% રહેશે.
જો તમે Indigoના પાર્ટનર હોટેલ નેટવર્કની બહાર અન્ય પ્લેટફોર્મ પર હોટેલ બુકિંગ કરો છો, તો Elite કાર્ડથી 3% અને રેગ્યુલર કાર્ડથી 2% રિવોર્ડ મળશે. અન્ય તમામ કેટેગરીમાં Elite કાર્ડ 2% અને રેગ્યુલર કાર્ડ 1% રિવોર્ડ આપશે. આ રિવોર્ડ્સ Indigo Bluechipsના રૂપમાં મળશે, જેનો ઉપયોગ ફ્લાઇટ બુકિંગ અને અન્ય સેવાઓ માટે થઈ શકે છે.
ફીસ અને ઉપલબ્ધતા
Indigo SBI Cardની જોઈનિંગ અને એન્યુઅલ રિન્યુઅલ ફીસ 1499 રૂપિયા છે, જ્યારે Indigo SBI Card Eliteની ફીસ 4999 રૂપિયાથી શરૂ થાય છે. આ કાર્ડ્સની વધુ માહિતી માટે SBI Cardની ઓફિશિયલ વેબસાઇટ https://www.sbicard.com/sprint/IndiGoElite પર મુલાકાત લઈ શકો છો અથવા તમારી નજીકની SBI બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો.
કેમ પસંદ કરવું આ કાર્ડ?
જો તમે નિયમિત હવાઈ મુસાફરી કરો છો અને ફ્લાઇટ તેમજ હોટેલ બુકિંગ પર રિવોર્ડ્સ ઈચ્છો છો, તો Indigo SBI Card તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ કાર્ડની ખાસિયત એ છે કે તે બે અલગ-અલગ વેરિઅન્ટમાં આવે છે, જેથી તમે તમારી જરૂરિયાત અનુસાર પસંદગી કરી શકો છો.