Aadhaar PAN Link Deadline: આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025, જાણો ઓનલાઈન અપડેટ સાથે નવા નિયમો શું કહે છે?
Aadhaar PAN Link Deadline: 31 ડિસેમ્બર 2025 સુધી આધાર-પાન લિંક કરો નહીં તો પાન નિષ્ક્રિય થશે! UIDAIના નવા નિયમો સાથે ઓનલાઈન નામ-સરનામું અપડેટ કરો, ફી અને સ્ટેપ્સ જાણો. સંપૂર્ણ ગાઈડ અહીં.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નવેમ્બરથી આધાર અપડેટની પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ અને સરળ બનાવી દીધી છે.
Aadhaar PAN Link Deadline: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નવેમ્બરથી આધાર અપડેટની પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ અને સરળ બનાવી દીધી છે. હવે તમે ઘરે બેઠાં નામ, સરનામું કે જન્મતારીખ બદલી શકો છો, એ પણ બિનજરૂરી કાગળો કે સરકારી ઓફિસની દોડધામ વગર. પરંતુ સૌથી મહત્વની વાત આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ તારીખ પછી લિંક ન થયેલાં પાન કાર્ડ 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય થઈ જશે.
ઓનલાઈન આધાર અપડેટ: ઘરે બેઠાં થઈ જશે કામ
UIDAIના નવા નિયમો અનુસાર, myAadhaar પોર્ટલ (https://myaadhaar.uidai.gov.in) પરથી તમે સીધા જ નીચેની માહિતી અપડેટ કરી શકો છો:
- નામ
- સરનામું
- જન્મતારીખ
- મોબાઈલ નંબર
પોર્ટલ હવે તમારી માહિતીને પાન, પાસપોર્ટ જેવા અન્ય સરકારી ડેટાબેઝ સાથે ક્રોસ-ચેક કરે છે. એટલે કાગળો અપલોડ કરવા કે આધાર કેન્દ્રે જવું પડતું નથી. પરંતુ ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન કે ફોટો જેવા બાયોમેટ્રિક અપડેટ માટે આધાર સેવા કેન્દ્ર પર જ જવું પડશે.
નવી ફી સ્ટ્રક્ચર: કેટલું ચૂકવવું પડશે?
UIDAIએ અપડેટ ફીમાં પણ ફેરફાર કર્યો છે:
- નામ, સરનામું, જન્મતારીખ (ડેમોગ્રાફિક) માટે 75 રૂપિયા
- બાયોમેટ્રિક અપડેટ માટે 125 રૂપિયા
સારા સમાચાર એ છે કે ઓનલાઈન દસ્તાવેજ અપડેટ 14 જૂન 2026 સુધી મફત રહેશે. વધુમાં 5થી 7 વર્ષ અને 15થી 17 વર્ષના બાળકોનું બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણ મફત રહેશે.
આધાર-પાન લિંક કેમ જરૂરી?
- નવા પાન માટે: અરજી વખતે આધાર લિંક કરવું ફરજિયાત.
- બેંકો-વીમા: e-KYC માટે OTP કે વીડિયો વેરિફિકેશનનો ઉપયોગ વધશે, કાગળ નહીં.
- નહીં લિંક કર્યું તો? 1 જાન્યુઆરી 2026થી પાન બંધ થશે.
આધાર-પાન લિંક કરવાની સરળ રીત
1. વેબસાઈટ પર જાઓ: https://www.incometax.gov.in/iec/foportal/
2. ‘Link Aadhaar’ પર ક્લિક કરો.
3. 10 અંકનું પાન અને 12 અંકનું આધાર નંબર નાખો.
4. ઓન-સ્ક્રીન સૂચના અનુસરો, જરૂર પડે તો ફી ચૂકવો.
5. સબમિટ કરો – થોડી જ મિનિટોમાં લિંક થઈ જશે.
લિંક થયું કે નહીં? ચેક કરવાની રીત
- એ જ વેબસાઈટ પર જાઓ.
- ‘Link Aadhaar Status’ પસંદ કરો.
- પાન અને આધાર નંબર નાખો.
- સ્ટેટસ તરત જ દેખાશે.
31 ડિસેમ્બર 2025 પહેલાં આધાર-પાન લિંક કરી લો, નહીં તો ટેક્સ, બેંકિંગ કે સરકારી કામમાં મુશ્કેલી પડશે. ઓનલાઈન અપડેટનો લાભ લઈને સમય અને પૈસા બચાવો. UIDAIની આ ડિજિટલ પહેલ દેશના લાખો નાગરિકો માટે સુવિધા લાવી રહી છે.