દેશની બે મોટી સરકારી બેંકોએ ઘટાડ્યા લોનના દર, હોમ લોન EMI થશે સસ્તી
RBI એ ઓગસ્ટ 2025 ની નાણાકીય નીતિમાં રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ બેંકોએ ગ્રાહકોને આકર્ષવા અને સ્પર્ધા જાળવી રાખવા માટે તેમના MCLR ઘટાડ્યા છે.
પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ ઈન્ડિયા (BoI) એ લોન પર વ્યાજ ઘટાડ્યું છે.
પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ ઈન્ડિયા (BoI) એ લોન પર વ્યાજ ઘટાડ્યું છે. હકીકતમાં, બંને બેંકોએ મહિનાની શરૂઆતમાં MCLR ઘટાડ્યો છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં ઘટાડાથી હોમ લોન, કાર અને પર્સનલ લોન પર વ્યાજ દરમાં ઘટાડો થશે. આ ફેરફારો 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવ્યા છે. આનાથી તે ગ્રાહકોને થોડી રાહત મળશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે.
RBI એ ઓગસ્ટ 2025 ની નાણાકીય નીતિમાં રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ બેંકોએ ગ્રાહકોને આકર્ષવા અને સ્પર્ધા જાળવી રાખવા માટે તેમના MCLR ઘટાડ્યા છે.
PNBના નવા દરો
ઓવરનાઈટ દર: 8.15% થી ઘટાડીને 8%
1 મહિનાનો MCLR: 8.30% થી ઘટાડીને 8.25%
3 મહિનાનો MCLR: 8.50% થી ઘટાડીને 8.45%
6 મહિનાનો MCLR: 8.70% થી ઘટાડીને 8.65%
1 વર્ષનો MCLR: 8.85% થી ઘટાડીને 8.80%
3 વર્ષનો MCLR: 9.15% થી ઘટાડીને 9.10%
બેંક ઑફ ઈન્ડિયાના નવા દર
ઓવરનાઈટ દર: 7.95% (કોઈ બદલાવ નહીં)
1 મહિનાનો MCLR: 8.40% થી ઘટાડીને 8.30%
3 મહિનાનો MCLR: 8.55% થી ઘટાડીને 8.45%
6 મહિનાનો MCLR: 8.80% થી ઘટાડીને 8.70%
1 વર્ષનો MCLR: 8.90% થી ઘટાડીને 8.85%
3 વર્ષનો MCLR: 9.15% થી ઘટાડીને 9%
તેનો ફાયદો કેનાથી?
MCLR દરો હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન જેવી ફ્લોટિંગ રેટ લોનના EMI ને અસર કરે છે. વ્યાજ દરોમાં ઘટાડાથી હાલના ગ્રાહકોના EMI માં અમુક અંશે ઘટાડો થશે. જોકે, નવી ફ્લોટિંગ રેટ લોન હવે EBLR (એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) સાથે જોડાયેલી છે. બેંકો ગ્રાહકોને જો તેઓ ઈચ્છે તો MCLR થી EBLR માં શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપે છે. એકંદરે, આ પગલાથી ગ્રાહકોને રાહત મળી છે, ખાસ કરીને જેમની લોન હજુ પણ MCLR સાથે જોડાયેલી છે.