UPIએ 2025ના પહેલા 6 મહિનામાં જ હાંસલ કર્યું 85% ડિજિટલ પેમેન્ટ, હજુ મોટા ટ્રાન્જેક્શનનો બોસ RTGS
Digital Payment: 2025ના પહેલા અર્ધવાર્ષિકમાં UPIએ 85% ટ્રાન્જેક્શન કર્યા, પણ વેલ્યૂમાં માત્ર 9%. RTGS 69% વેલ્યૂ સાથે મોટા પેમેન્ટનો રાજા. RBIના નવા UTI નિયમો પણ જાણો.
ભારતમાં ડિજિટલ પેમેન્ટની દુનિયામાં UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ હવે લોકોની પહેલી પસંદ બની ગયું છે.
Digital Payment: ભારતમાં ડિજિટલ પેમેન્ટની દુનિયામાં UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ હવે લોકોની પહેલી પસંદ બની ગયું છે. 2025ના પહેલા 6 મહિનામાં કુલ ડિજિટલ પેમેન્ટમાંથી 85% ટ્રાન્જેક્શન એકલા UPI દ્વારા થયા છે. આનું મુખ્ય કારણ છે તેની સરળતા, ઝડપી કાર્યક્ષમતા અને 24 કલાક ઉપલબ્ધતા. ખાસ કરીને રિટેલ પેમેન્ટમાં UPIનો દબદબો જોવા મળે છે.
પરંતુ જો વેલ્યૂની વાત કરીએ તો ચિત્ર બદલાઈ જાય છે. કુલ પેમેન્ટ વેલ્યુમાં UPIનો હિસ્સો માત્ર 9% છે. એટલે કે UPI મોટે ભાગે નાના-નાના ટ્રાન્જેક્શન માટે વપરાય છે. બીજી તરફ RTGS એટલે કે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ 69% વેલ્યૂ સાથે આગળ છે, જ્યારે વોલ્યુમમાં તેનો હિસ્સો ફક્ત 0.1% છે. RTGSનો ઉપયોગ મોટા ટ્રાન્જેક્શન માટે થાય છે, જેમાં મિનિમમ રકમ 2 લાખ રૂપિયા હોય છે.
UPIની ગ્રોથની વાત કરીએ તો 2019માં તેના ટ્રાન્જેક્શન 1,079 કરોડ હતા, જે 2025 સુધીમાં 17,221 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. વેલ્યૂની દ્રષ્ટિએ 2019માં 18.4 લાખ કરોડ રૂપિયા હતા, જે 2024માં 246.8 લાખ કરોડ થયા. 2025ના પહેલા અર્ધવાર્ષિકમાં UPIએ 10,637 કરોડ ટ્રાન્જેક્શન કર્યા અને તેનું કુલ વેલ્યૂ 143.3 લાખ કરોડ રૂપિયા રહ્યું.
RTGSના આંકડા પણ રસપ્રદ છે. નાણાકીય વર્ષ 2020-21થી 2024-25 વચ્ચે તેના વોલ્યુમમાં 13.70% અને વેલ્યૂમાં 13.78% વધારો થયો છે. RTGSમાં 99%થી વધુ વોલ્યુમ અને 89% વેલ્યૂ ગ્રાહક ટ્રાન્જેક્શનનું છે, જેમાં રિટેલ અને કોર્પોરેટ બંનેનો સમાવેશ થાય છે.
આ બધા આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેમેન્ટ સિસ્ટમ્સ રિપોર્ટ પરથી લેવામાં આવ્યા છે.
બીજી મહત્વની ખબર એ છે કે RBIએ 1 એપ્રિલ, 2026થી બધા OTC ડેરિવેટિવ ટ્રાન્જેક્શન માટે UTI એટલે કે યુનિક ટ્રાન્ઝેક્શન આઇડેન્ટિફાયરનો ઉપયોગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ UTI 52 અક્ષરો સુધીનો હશે, જેમાં લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર અને યુનિક આઇડી હશે. આનો હેતુ OTC માર્કેટની સંપૂર્ણ દેખરેખ રાખવાનો છે. આમ, UPI નાના પેમેન્ટનો રાજા છે તો RTGS મોટા ટ્રાન્જેક્શનનો. ભવિષ્યમાં આ બંને સિસ્ટમ્સ ભારતની ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવશે.