UPI Digital Payment: UPIમાં બે જ એપનો 80% કબ્જો, ડિજિટલ પેમેન્ટમાં મોટું જોખમ વધ્યું!
UPI Digital Payment: UPIના 80% ટ્રાન્ઝેક્શન માત્ર બે એપ દ્વારા થાય છે, જેનાથી સિસ્ટમમાં મોટું જોખમ વધ્યું છે. ઇન્ડસ્ટ્રીએ RBIને નાના એપને પ્રોત્સાહન આપવાની માંગ કરી. સપ્ટેમ્બર 2025માં 19.63 અબજ ટ્રાન્ઝેક્શન.
UPIના 80% ટ્રાન્ઝેક્શન માત્ર બે એપ દ્વારા થાય છે, જેનાથી સિસ્ટમમાં મોટું જોખમ વધ્યું છે.
UPI Digital Payment: ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે, પણ એક મોટી ચિંતા સામે આવી છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના કુલ ટ્રાન્ઝેક્શનમાંથી 80% હિસ્સો માત્ર બે મોબાઇલ એપનો છે. આનાથી સમગ્ર સિસ્ટમ પર વધુ પડતી નિર્ભરતાનું જોખમ ઊભું થયું છે.
ઇન્ડિયા ફિનટેક ફાઉન્ડેશન (IFF)એ સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. IFFના મતે, જો આ બે એપમાંથી કોઈ એક પણ બંધ પડે – ભલે તે ટેકનિકલ ખામી, સાઇબર હુમલો કે નીતિગત વિવાદના કારણે – તો સમગ્ર UPI સિસ્ટમ પર ગંભીર અસર પડી શકે છે.
સપ્ટેમ્બર 2025ના આંકડા
રાષ્ટ્રીય ભુગતાન નિગમ (NPCI)ના ડેટા પ્રમાણે:
-19.63 અબજ ટ્રાન્ઝેક્શન
-કુલ મૂલ્ય: 24.90 લાખ કરોડ
આ આંકડા બતાવે છે કે UPI ભારતની કેશલેસ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બની ગયું છે, પરંતુ બજારમાં સ્પર્ધા ઘટી રહી છે.
શું છે સમસ્યા?
જો બે જ એપ પર આટલી બધી નિર્ભરતા રહેશે, તો:
- નાના અને નવા થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર્સ (TPAPs)ને આગળ આવવાની તક નહીં મળે
- નવા આઇડિયા અને નવીનતા ઘટશે
- એકાધિકારનું જોખમ વધશે
શું કરવું જોઈએ?
IFFએ સૂચન કર્યું છે કે:
- UPI પ્રોત્સાહન નીતિમાં ફેરફાર કરો
- નાના TPAPsને વધુ પ્રોત્સાહન આપો
- બજારમાં વિવિધતા અને સ્પર્ધા જાળવો
આનાથી ડિજિટલ ઇન્ડિયાનો સ્વપ્ન વધુ મજબૂત બનશે અને UPIની સ્થિરતા પણ સુરક્ષિત રહેશે. આ મુદ્દે RBI અને NPCI શું પગલાં લેશે, એ જોવું રહ્યું.