UPI કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ફેલ થયું અને પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં, આ સ્ટેપ્સથી તરત મળશે સમાધાન!
UPI payment failed: જો તમારું UPI કે ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય અને બેંકમાંથી પૈસા કપાઈ ગયા હોય, તો ચિંતા કરશો નહીં. જાણો કેવી રીતે 24થી 48 કલાકમાં રિફંડ મેળવવું અને ફરિયાદ ક્યાં નોંધાવવી. અહીં સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે.
જો તમારું UPI કે ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય અને બેંકમાંથી પૈસા કપાઈ ગયા હોય, તો ચિંતા કરશો નહીં.
UPI payment failed: આજકાલની ડિજિટલ દુનિયામાં, UPI અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. ખરીદીથી લઈને બિલ ભરવા સુધી, બધું જ હવે આંગળીના ટેરવે થાય છે. પણ ઘણીવાર ટેક્નિકલ ખામી, ખરાબ નેટવર્ક અથવા ખોટી માહિતીને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે અને ખાતામાંથી પૈસા પણ કપાઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ, યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જેથી તમારા પૈસા સમયસર પાછા મળી શકે.
શા માટે પેમેન્ટ ફેલ થાય છે?
સૌ પ્રથમ, એ સમજવું જરૂરી છે કે ટ્રાન્ઝેક્શન ફેલ થવા પાછળ કયા કારણો હોઈ શકે છે.
UPI પેમેન્ટ ફેલ થવાના કારણો:
- ઈન્ટરનેટ કનેક્શન ધીમું હોવું અથવા બંધ થઈ જવું.
- બેંકનું સર્વર ડાઉન હોવું.
- તમે જે એપ વાપરી રહ્યા છો તેનું વર્ઝન જૂનું હોવું.
- ખોટી UPI ID અથવા એકાઉન્ટની વિગતો દાખલ કરવી.
- દિવસની ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થઈ ગઈ હોવી.
- વારંવાર પેમેન્ટ બટન દબાવવાથી પણ એરર આવી શકે છે.
ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કારણો
- ક્રેડિટ લિમિટ ઓછી હોવી.
- કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અથવા CVV જેવી વિગતો ખોટી નાખવી.
- ખોટો OTP દાખલ કરવો.
- બેંક દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને કારણે પેમેન્ટ બ્લોક કરવું.
- કાર્ડ એક્સપાયર થઈ ગયું હોવું.
UPI પેમેન્ટ ફેલ થાય અને પૈસા કપાય તો શું કરવું?
જો UPI ટ્રાન્ઝેક્શન ફેલ થાય અને પૈસા કપાઈ જાય, તો મોટાભાગના કિસ્સામાં પૈસા 24 થી 48 કલાકની અંદર આપમેળે તમારા ખાતામાં પાછા જમા થઈ જાય છે. તમારી UPI એપના 'History' સેક્શનમાં જઈને ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ તપાસો. તેની ટ્રાન્ઝેક્શન ID નોંધી લો. જો 2થી 3 દિવસમાં પૈસા પાછા ન આવે, તો તમે જે એપ Google Pay, PhonePe, Paytm વગેરે પરથી ટ્રાન્ઝેક્શન કર્યું હોય, તેના કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવો. તમે તમારી બેંકમાં પણ આ ટ્રાન્ઝેક્શન ID સાથે ફરિયાદ કરી શકો છો. જો 3થી 5 દિવસમાં પણ કોઈ સમાધાન ન મળે, તો બેંકની ફરિયાદ નિવારણ સેલ (Grievance Redressal Cell)માં ફરિયાદ કરો.
ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ફેલ થાય તો શું કરવું?
જો ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ફેલ થયું હોય, તો સૌથી પહેલા જે-તે મરચન્ટ નો સંપર્ક કરો અને તેમને સમસ્યા વિશે જણાવો. જો ત્યાંથી સમાધાન ન મળે, તો તરત જ તમારી બેંકના કસ્ટમર કેરમાં ફોન કરીને ફરિયાદ નોંધાવો. તમે બેંકને "ચાર્જબૅક" માટે પણ વિનંતી કરી શકો છો. આ પ્રક્રિયા માટે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ અને અન્ય પુરાવા સાચવી રાખો.
ભવિષ્યમાં આવી સમસ્યાથી કેવી રીતે બચવું?
- પેમેન્ટ કરતી વખતે તમારું ઈન્ટરનેટ કનેક્શન સ્થિર હોય તેની ખાતરી કરો.
- તમારી UPI અને બેંકિંગ એપ્સને હંમેશા અપડેટ રાખો.
- પેમેન્ટની વિગતો દાખલ કર્યા પછી તેને બે વાર તપાસી લો.
- પેમેન્ટ પ્રોસેસ થતું હોય ત્યારે વારંવાર બટન દબાવવાનું ટાળો.
- તમારો UPI પિન કે OTP ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.
જો બેંક પણ મદદ ન કરે તો?
જો તમારી ફરિયાદ પર બેંક 30 દિવસની અંદર કોઈ પગલાં ન લે અથવા તમે તેમના જવાબથી સંતુષ્ટ ન હો, તો તમે ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ ઓમ્બડ્સમેનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. આ સરળ પગલાં અપનાવીને, તમે ડિજિટલ પેમેન્ટ દરમિયાન થતી સમસ્યાઓથી બચી શકો છો અને તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો.