સ્માર્ટ અને આત્મવિશ્વાસ સાથે ઋણ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
સ્માર્ટ અને આત્મવિશ્વાસ સાથે ઋણ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
હવે પર્સનલ લોન સરળ અને ઝડપી બની ગઈ છે
હવેના સમયમાં વધુ કાગળકામ અને બેંકની લાંબી કતારોમાં ઊભા રહેવાના દિવસો નથી. આજે પર્સનલ લોન માટે અરજી કરવી એ માત્ર ઓનલાઈન ફ્લાઇટ બુક કરવા જેટલું જ સરળ છે. ભલે તમને તમારા વેકેશનની રજાઓ માટે ભંડોળની જરૂર હોય, કોઈ અણધાર્યા તબીબી ખર્ચ હોય અથવા તમારા નાણાકીય વ્યવસ્થાપન માટે હોય, આ બધા માટે પર્સનલ લોન ઝડપી અને લવચીક નાણાકીય ઉકેલ છે.
અને આવું કરવા માટે EMI કેલ્ક્યુલેટર તમારા શ્રેષ્ઠ આયોજન માટે એક ભાગીદાર છે. તે તમને તમારા માસિક હપ્તાઓનો અંદાજ કાઢવામાં, તમારા ખર્ચને સંતુલિત કરવામાં અને તમારી જીવનશૈલીને અનુરૂપ લોન માળખું પસંદ કરવામાં મદદ કરે છે – અને આ બધું તમે અરજી કરો તે પહેલાં કરી શકો છો.
પર્સનલ લોન શું છે?
પર્સનલ લોન એ એક એવો નાણાકીય ઉકેલ છે જે તમને આયોજિત અને તાત્કાલિક ખર્ચ બંનેનું સંચાલન કરવામાં મદદ કરવા માટે ઓફર કરવામાં આવે છે. કારણ કે આવી લોનમાં કોઈ કોલેટરલ અથવા ગેરંટરની જરૂર નથી, તેથી તેના માટે અરજી કરવી સરળ છે. બજાજ ફાઇનાન્સ જેવા ધિરાણકર્તાઓ ઉચ્ચ-મૂલ્યની પર્સનલ લોન ઓફર કરે છે જેના પાત્રતા માપદંડો અરલ છે અને તેના માટે ન્યૂનતમ પેપરવર્ક હોય છે. બજાજ ફિનસર્વ પર્સનલ લોન સાથે, તમને 12 થી 96 મહિના સુધીની લવચીક ચુકવણી મુદતનો પણ લાભ મળે છે – અને તમે ભરી શકો એવા EMI દ્વારા લોન ચૂકવી શકો છો.
બજાજ ફિનસર્વ પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કેમ કરવી
પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરવાના અનેક લાભ છે:
• 100% ડિજિટલ એપ્લિકેશન – આ માટે બેંકની શાખાની મુલાકાત લેવાની જરૂર નથી – તમે કોઈપણ સમયે તમારા ઘરે રહીને આરામથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
• લવચીક ચુકવણી મુદત - તમારા બજેટના આધારે 12 થી 96 મહિનાની વચ્ચે ગમે તે ચુકવણી સમયગાળો પસંદ કરી શકો છો.
• ઝડપી વિતરણ – આ લોન ભંડોળ સામાન્ય રીતે મંજૂરીના 24 કલાક* ની અંદર તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે તમને કટોકટીને ઝડપથી હેન્ડલ કરવામાં સહાય કરે છે.
• ન્યૂનતમ પેપરવર્ક - ન્યૂનતમ દસ્તાવેજો સાથે, આ સમગ્ર અરજી ઝડપી અને વધુ અનુકૂળ છે.
બજાજ ફાઇનાન્સ સાથે, - પાત્રતા તપાસથી વિતરણ સુધી - સમગ્ર કામગીરી માત્ર અમુક ક્લિક્સ સાથે સરળ બનાવવામાં આવી છે.
પર્સનલ લોન માટે પાત્રતા માપદંડ
અરજી કરતા પહેલા, એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે પાત્રતાની આવશ્યકતાઓને પૂર્ણ કરો છો કે નહીં.
સામાન્ય માપદંડોમાં આ શામેલ છે:
• રાષ્ટ્રીયતા: ભારતીય
• ઉંમર: 21 વર્ષથી 80 વર્ષ*.
• જાહેર, ખાનગી અથવા MNC સાથે નોકરી કરતા હોવા જોઈએ.
• CIBIL સ્કોર: 685 કે તેથી વધુ.
• ગ્રાહક પ્રોફાઇલ: સ્વ-રોજગાર અથવા પગારદાર
*લોનની મુદત પૂરી થતાં તમારી ઉંમર 80 વર્ષ* કે તેથી ઓછી હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો
એ ખાતરી કરો કે તમારી પાસે નીચેના દસ્તાવેજો ઉપલબ્ધ છે:
• KYC દસ્તાવેજો: આધાર/પાસપોર્ટ/મતદાર ID/ડ્રાઇવિંગ લાઇસન્સ/રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરનો પત્ર/NREGA જોબ કાર્ડ
• PAN કાર્ડ
• કર્મચારી ID કાર્ડ
• છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ
• પાછલા 3 મહિનાના બેંક ખાતાના સ્ટેટમેન્ટ
• પાઇપ્ડ ગેસ બિલ
• પેન્શન ઓર્ડર
• નોકરીદાતા દ્વારા જારી કરાયેલ રહેઠાણ ફાળવણીનો પત્ર
• મિલકત/મ્યુનિસિપલ ટેક્સની રસીદ
• ઉપયોગિતા બિલ
• રીઅલ-ટાઇમ ચિત્ર/ફોટોગ્રાફ
• રેશન કાર્ડ
સ્પષ્ટ અને અપડેટેડ દસ્તાવેજો રાખવાથી પ્રક્રિયા ઝડપી બનશે એટલું જ નહીં પરંતુ મંજૂરીની તમારી શક્યતા પણ વધશે.
બજાજ ફિનસર્વ પર્સનલ લોન માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી
ઓનલાઈન અરજી કરવા માટે આ સરળ પગલાં મુજબ આગળ વધો:
• બજાજ ફિનસર્વ વેબસાઇટ પર પર્સનલ લોન પેજની મુલાકાત લો અને ‘અરજી કરો’ પર ક્લિક કરો.
• તમારો 10-અંકનો મોબાઇલ નંબર અને તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો.
• તમારી મૂળભૂત લોન વિગતો, જેમ કે તમારું પૂરું નામ, PAN, જન્મ તારીખ અને PIN કોડ સાથે અરજી ફોર્મ ભરો.
• હવે, લોન પસંદગી પેજની મુલાકાત લેવા માટે ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
• તમને જોઈતી લોનની રકમ દાખલ કરો.
• ચુકવણીની મુદત પસંદ કરો - તમે 12 મહિનાથી 96 મહિનાના મુદત વિકલ્પો પસંદ કરી શકો છો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
• તમારું KYC પૂર્ણ કરો અને તમારી અરજીને સબમિટ કરો.
આ માટે એક પ્રતિનિધિ તમને આગામી પગલાં અંગે માર્ગદર્શન આપશે. તમારા દસ્તાવેજોની સફળ ચકાસણી પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
EMI કેલ્ક્યુલેટર તમને વધુ સારી રીતે આયોજન કરવામાં કેવી રીતે મદદ કરે છે
EMI કેલ્ક્યુલેટર માત્ર એક આંકડાકીય સાધન જ નથી – પણ તે તમારી પર્સનલ લોનનું આયોજન કરવા માટેની માર્ગદર્શિકા છે. તે કેવી રીતે મદદ કરે છે:
• માસિક ચુકવણીનો અંદાજ લગાવે છે: તમારા EMI ને તાત્કાલિક જોવા માટે તમારી ઇચ્છિત લોન રકમ, વ્યાજ દર અને ચુકવણીની મુદત દાખલ કરો.
• આ લોન પરિમાણોને રીઅલ-ટાઇમમાં સમાયોજિત કરો: તમને કેવી રીતે પોસાય છે તે શોધવા માટે રકમ અને મુદતના વિવિધ સંયોજનો અજમાવો.
• વધુ પડતું ઋણ લેવાનું ટાળો: તમારા EMI અંગે અગાઉથી માહિતી મેળવવાથી તમારા બજેટને ખરાબ કર્યા વિના તમે તમારી આવકને અનુરૂપ લોનની રકમ પસંદ કરવામાં મદદ મળે છે.
• તમારા નાણાકીય બાબતોનું આત્મવિશ્વાસપૂર્વક આયોજન કરો: તમારા EMI ના સ્પષ્ટ રકમ સાથે, તમે તે મુજબ અન્ય ખર્ચ, બચત અને રોકાણોનું આયોજન કરી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમારી માસિક આવક ₹40,000 છે અને તમે 2 વર્ષ માટે રૂ. 2 લાખ ઉધાર લેવા માંગો છો, તો EMI કેલ્ક્યુલેટર તમારા માસિક EMI બતાવશે. આ રીતે, તમે નક્કી કરી શકો છો કે આ લોન તમારા બજેટ માટે યોગ્ય છે અથવા નહીં.
તમારી લોન લેવાની પાત્રતા સુધારવા માટેની ટિપ્સ
જો તમે લોનની મંજૂરી વિશે ચિંતિત છો, તો અહીં કેટલીક ઝડપી ટિપ્સ આપવામાં આવી છે:
• સારો ક્રેડિટ સ્કોર જાળવી રાખો - તમારા બાકી લેણાં સમયસર ચૂકવીને ઉચ્ચ ક્રેડિટ સ્કોર જાળવી રાખો.
• હાલના EMI ને મર્યાદિત કરો - તમારી આવક પર વધુ પડતો બોજ ન આવે તે માટે તમારા હાલના EMI ને વ્યવસ્થિત રાખો.
• વાસ્તવિક લોનની રકમ પસંદ કરો - તમે આરામથી ચૂકવી શકો તેટલી જ રકમનું ઋણ લો.
• એક સાથે અનેક ધિરાણકર્તાઓ પાસે અરજી કરવાનું ટાળો - એક જ સમયે અનેક ધિરાણકર્તાઓ પાસે લોન માટે અરજી કરવાનું ટાળો, કારણ કે આ તમારા ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર કરી શકે છે.
વ્યક્તિગત લોન તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં સહાયતા કરી શકે છે, પરંતુ સ્માર્ટલી ઋણ લેવું એ મુખ્ય બાબત છે. EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ અગાઉથી કરવાથી તમને યોગ્ય લોન પસંદ કરવામાં મદદ મળે છે, અને તમે તમારી ભાવિ ચુકવણીઓ તણાવમુક્ત રીતે કરી શકો છો.
તેથી 'અરજી કરો' બટન દબાવો તે પહેલાં, તમારા EMI વિકલ્પોનું અન્વેષણ કરવા માટે થોડો સમય ફાળવો - આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઉધાર લેવાની આ સૌથી સરળ પદ્ધતિ છે.
*નિયમો અને શરતો લાગુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.