Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં 2000ની જગ્યાએ 5000નું પેન્શન મેળવવા માટે શું કરવું? જાણો વિગતો | Moneycontrol Gujarati
Get App

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં 2000ની જગ્યાએ 5000નું પેન્શન મેળવવા માટે શું કરવું? જાણો વિગતો

અટલ પેન્શન યોજના એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે રિટાયરમેન્ટ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જો તમે 2000ના પેન્શનને 5000 સુધી વધારવા માંગો છો, તો તમારે ફક્ત તમારી બેન્કમાં જઈને યોગ્ય પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. આ ફેરફારથી તમારું ભવિષ્ય વધુ સુરક્ષિત અને આરામદાયક બની શકે છે. વધુ માહિતી માટે, તમારી નજીકની બેન્ક અથવા PFRDAની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.

અપડેટેડ 07:03:56 PM May 30, 2025 પર
Story continues below Advertisement
અટલ પેન્શન યોજના એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે રિટાયરમેન્ટ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

અટલ પેન્શન યોજના (APY) એ કેન્દ્ર સરકારની એક પોપ્યુલર પેન્શન સ્કીમ છે, જે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો અને આર્થિક રીતે નબળા વર્ગને રિટાયરમેન્ટ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1000થી 5000 સુધીનું માસિક પેન્શન મેળવી શકાય છે. પરંતુ જો તમે હાલમાં 2000નું પેન્શન મેળવવા માટે યોગદાન આપી રહ્યા છો અને તેને વધારીને 5000 કરવા માંગો છો, તો શું તે શક્ય છે? જવાબ છે, હા! આ લેખમાં અમે તમને જણાવીશું કે આ પ્રોસેસ કેવી રીતે કરવી અને તેની વિગતો શું છે.

અટલ પેન્શન યોજના શું છે?

અટલ પેન્શન યોજના એ એક સ્વૈચ્છિક પેન્શન સ્કીમ છે, જે ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે, પરંતુ તેનો મુખ્ય ફોકસ અસંગઠિત ક્ષેત્રના કામદારો પર છે, જેમની પાસે રિટાયરમેન્ટ માટે કોઈ નક્કર ફાઈનાન્શિયલ પ્લાનિંગ નથી. આ યોજના હેઠળ, ગ્રાહક પોતાની પસંદગીની પેન્શન રકમ (1000, 2000, 3000, 4000 અથવા 5000) અને યોજનામાં જોડાવાની ઉંમરના આધારે માસિક, ત્રિમાસિક કે અર્ધ-વાર્ષિક યોગદાન આપે છે. આ યોગદાન 60 વર્ષની ઉંમર સુધી ચાલે છે, અને ત્યારબાદ ગ્રાહકને નિયમિત પેન્શન મળવાનું શરૂ થાય છે.

શું 2000નું પેન્શન 5000 સુધી વધારી શકાય?

હા, અટલ પેન્શન યોજના ગ્રાહકોને ફેક્સિબ્લિટી આપે છે કે તેઓ દર વર્ષે એક વખત પોતાની પેન્શન રકમ વધારી કે ઘટાડી શકે છે, પરંતુ આ ફેરફાર ફક્ત accumulation phase દરમિયાન જ થઈ શકે છે, એટલે કે 60 વર્ષની ઉંમરે પેન્શન શરૂ થાય તે પહેલાં. આ ફેક્સિબ્લિટી ગ્રાહકોને તેમની ફાઈનાન્શિયલ સ્થિતિ અને રિટાયરમેન્ટ ગોલ્સને અનુરૂપ ફેરફાર કરવાની સુવિધા આપે છે.


પેન્શન રકમ વધારવા માટે શું કરવું?

જો તમે તમારું પેન્શન 2000થી વધારીને 5000 કરવા માંગો છો, તો નીચેના સ્ટેક્સ ફોલો કરો.

-બેન્કનો સંપર્ક કરો: તમારે તમારું APY એકાઉન્ટ ખોલાવેલું હોય તે બેન્ક અથવા પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં જવું પડશે. ત્યાં તમારે પેન્શન રકમ વધારવાની રિક્વેસ્ટ (request) સબમિટ કરવાની રહેશે.

-નવી યોગદાન રકમની ગણતરી: બેન્ક અથવા PFRDA (Pension Fund Regulatory and Development Authority) તમારી હાલની ઉંમર અને પસંદ કરેલી નવી પેન્શન રકમ (5000)ના આધારે નવું માસિક યોગદાન (monthly contribution) નક્કી કરશે. ઉદાહરણ તરીકે, જો તમે યુવાન છો, તો યોગદાન રકમ ઓછી હશે, અને જો ઉંમર વધુ હશે, તો યોગદાન રકમ વધુ હશે.

-ઓટો ડેબિટ ફોર્મ: પેન્શન રકમ વધારવા માટે તમારે બેન્કમાં નવું ઓટો ડેબિટ ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ દ્વારા તમારા બેન્ક એકાઉન્ટમાંથી નવી યોગદાન રકમ દર મહિને આપમેળે ડેબિટ થશે.

-અપડેટેડ ડિટેલ્સ: એકવાર રિક્વેસ્ટ પ્રોસેસ થઈ જાય પછી, બેન્ક તમને નવી યોગદાન રકમ અને અન્ય વિગતોની પુષ્ટિ (confirmation) આપશે. આ પછી, તમારું એકાઉન્ટ 5000ના પેન્શન માટે અપડેટ થઈ જશે.

મહત્વની બાબતો

-ઉંમરનું મહત્વ: પેન્શન રકમ વધારવા માટે જરૂરી યોગદાન તમારી હાલની ઉંમર પર આધાર રાખે છે. વહેલું રોકાણ કરવાથી યોગદાન રકમ ઓછી રહે છે.

-એક વખતનો ફેરફાર: દરેક નાણાકીય વર્ષમાં ફક્ત એક જ વખત પેન્શન રકમમાં ફેરફાર કરી શકાય છે.

-બેન્કની મદદ: જો તમને પ્રોસેસ સમજવામાં મુશ્કેલી પડે, તો બેન્કના કસ્ટમર કેર અથવા APY સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરો.

શા માટે 5000નું પેન્શન પસંદ કરવું?

5000નું પેન્શન રિટાયરમેન્ટ પછી વધુ નાણાકીય સ્થિરતા આપે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પાસે બીજું કોઈ નોંધપાત્ર રોકાણ નથી. આ રકમથી રિટાયરમેન્ટ પછીના ખર્ચાઓ જેમ કે મેડિકલ બિલ્સ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળે છે.

આ પણ વાંચો - ભારતનો GDP ગ્રોથ માર્ચ ક્વાર્ટરમાં 7.4%, FY25માં 6.5% નોંધાયો: દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત

MoneyControl News

MoneyControl News

First Published: May 30, 2025 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.