UPI Charges : શું 3,000 રુપિયા કે તેથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? હવે સરકારે આનો જવાબ આપ્યો છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે આગામી સમયમાં UPI થી મોટી રકમના વ્યવહારો પર સરકારને શુલ્ક ચૂકવવો પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર મોટી રકમના વ્યવહારો પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાદવાની યોજના બનાવી રહી છે, જેના કારણે UPI દ્વારા ચુકવણી મોંઘી થઈ શકે છે. હવે સરકાર તરફથી જવાબ આવ્યો છે.