Today's Broker's Top Picks: ભારતી એરટેલ, વેદાંતા, ,મેક્સ ફાઈનાન્સ, ઈન્ડો સ્ટાર અને આવાસ ફાઇનાન્સિયર્સ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતી હેક્સાકોમ માટે TRAIના આંકડા ખૂબ જ પૉઝિટીવ છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરિઝે ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતી હેક્સાકોમ માટે TRAIના આંકડા ખૂબ જ પૉઝિટીવ છે. ભારતી હેક્સાકોમ માટે આંકડા ખૂબ જ પૉઝિટીવ છે. દેશના અન્ય હિસ્સાની સરખામણીમાં ભારતી હેક્સાકોમના માર્કેટમાં 3-5% વધુ ગ્રોથ છે. ભારતી હેક્સાકોમ રાજસ્થાન અને નૉર્થ ઈસ્ટમાં સર્વિસ આપે છે. ભારતી હેક્સાકોમના માર્કેટમાં ઓછી ટેલિડેન્સિટીને કારણે વધુ ગ્રોથ શક્ય છે. કંપનીનું સારું અમલીકરણ અને VILની નબળા પોઝિશનિંગનો ફાયદો થશે. ભારતી હેક્સાકોમના સર્કિલમાં ARPU ગ્રોથ અનુમાનથી સારો છે. દેશના અન્ય ભાગોમાં 12% ની સરખામણીમાં 17% ARPU CAGR છે.
સીએલએસએ એ વેદાંતાના રેટિંગ SELLથી અપગ્રેડ કરી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરથી વધારી 260 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું આગળ કહેવુ છે કે ક્ષમતા વિસ્તરણ દ્વારા FY25/27 સુધીમાં $6/$7.5 બિલિયનના EBITDA લક્ષ્ય છે. બેકવર્ડ ઈન્ટીગ્રેશન અને વેલ્યુ એડિશન દ્વારા EBITDA વધવાનો લક્ષ્ય છે. ઓપરેશનલ પરિમાણોમાં સુધારાથી રિ-રેટિંગ કર્યું છે.
જેફરિઝે મેક્સ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24-26 માં પ્રીમિયમમાં 17% CAGR ગ્રોથની અપેક્ષા છે. એક્સિસ બેન્ક સાથે ઈન્ટ્રીગ્રેશન બાદ 17% CAGR શક્ય છે. એક્સિસ બેન્કના ડિપ્યુટી MD હવે મેક્સ લાઈફના ચેરમેન છે. મેક્સ લાઈફના બોર્ડમાં એક્સિસ બેન્કના 3 સભ્યો છે. સરેન્ડર ચાર્ડના નિયમોમાં સ્પષ્ટતા ધણી મહત્વની છે. રેગુલેટરનો સંતુલિત અભિગમ ચિંતાઓને ઘટાડે છે. નાણાકીય વર્ષ 24-26માં 18%નો VNB CAGR શક્ય છે. 1.6x FY25 P/EV પર બીજી કંપનીઓની સરખામણીએ ડિસ્કાઉન્ટમાં વેલ્યુએશન છે.
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડોસ્ટાર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 132 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોરંટ અને પ્રેફરન્શિયલ એલોટમેન્ટને મંજૂરી મળી. તેમણે તેના પર 457 કરોડ રૂપિયાના વોરંટ મંજૂરી મળી છે.
જેફરિઝે આવાસ ફાઇનાન્સિયર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટની Q4માં ગ્રોથની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)