Broker's Top Picks: એચડીએફસી એએમસી, ટ્રેન્ટ, ઈન્ટરગ્લોબ એવિએશન, જુબિલન્ટ ફૂડવર્ક્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એચડીએફસી એએમસી, ટ્રેન્ટ, ઈન્ટરગ્લોબ એવિએશન, જુબિલન્ટ ફૂડવર્ક્સ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ HDFC AMC પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4775 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું નોન-MF બિઝનેસ PMS અને અલ્ટનેટ બિઝનેસ પર ફોકસ છે. વિસ્તરણ માટે મજબૂત બ્રાન્ડ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને બેલેન્સ શીટનો ફાયદો છે. નજીકના ગાળાની અસ્થિરતા છતાં લાંબા ગાળાના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ફ્લો મજબૂત છે. કંપનીના વેલ્યુશન મોંઘા લાગી રહ્યા છે.

અપડેટેડ 11:28:06 AM Oct 07, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HDFC AMC પર સિટી

સિટીએ HDFC AMC પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4775 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું નોન-MF બિઝનેસ PMS અને અલ્ટનેટ બિઝનેસ પર ફોકસ છે. વિસ્તરણ માટે મજબૂત બ્રાન્ડ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને બેલેન્સ શીટનો ફાયદો છે. નજીકના ગાળાની અસ્થિરતા છતાં લાંબા ગાળાના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ફ્લો મજબૂત છે. કંપનીના વેલ્યુશન મોંઘા લાગી રહ્યા છે.


ટ્રેન્ટ પર MS

મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹5892 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY26માં સ્ટેન્ડઅલોન આવક 25% અપેક્ષા કરતાં ઓછી છે. વેસ્ટસાઇડે ક્વાર્ટરમાં 6 નવા સ્ટોર્સ ઉમેર્યા, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. ઝુડિયોએ Q2FY26માં 40 નવા સ્ટોર ખોલ્યા, જે 31 સ્ટોર ખોલવાની અપેક્ષાઓ કરતાં વધુ છે. FY26માં સ્ટેન્ડઅલોન EBITDA માર્જિન 165 bps વધી 17.3% રહેવાની અપેક્ષા છે.

ઈન્ટરગ્લોબ એવિએશન પર ઈન્વેસ્ટેક

ઈન્વેસ્ટેકે ઈન્ટરગ્લોબ એવિએશન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં કંપની લગભગ ₹1,000 કરોડની પ્રી-ટેક્સ ખોટ થઈ શકે છે. ધીમી ક્ષમતા ગ્રોથની અસર નફા પર રહેશે. પણ ફ્યુલ ખર્ચમાં ઘટાડો થવાથી થોડી રાહત મળી શકે છે. H1 EPS અંદાજ ₹28 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY26 અંદાજને પહોંચી વળવા માટે H2માં EPS ₹193 પ્રતિશેર ડિલિવર કરવાની જરૂર છે. Q2માં EPSમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે.

જુબિલન્ટ ફૂડવર્કસ પર MS

મોર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડવર્ક્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹775 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 અપડેટ અનુમાન મુજબ ઈન-લાઈન છે. ટોપલાઇનમાં LFL માં 9.1%નો ગ્રોથ, સ્ટોરની સંખ્યામાં 12% નો વધારો થયો.

જુબિલન્ટ ફૂડવર્કસ પર GS

ગોલ્ડમેન સૅક્સે જુબિલન્ટ ફૂડવર્ક્સ પર ન્યુટ્રલના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે LFL 9.1% અનુમાન મુજબ ઈન-લાઈન છે. QSR પ્લેયર્સમાં ભારતનો Q2 LFL ગ્રોથ સૌથી વધુ છે.

જુબિલન્ટ ફૂડવર્કસ પર મેક્વાયરી

મેક્વાયરીએ જુબિલન્ટ ફૂડવર્કસ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹530 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાઈક-ટૂ-લાઈક ગ્રોથ 9.1% પર રહ્યો છે. મધ્યગાળામાં ઈન્ડિયા બિઝનેસમાં LFL ગ્રોથ માટે ચિંતા છે. Q3માં LFL ગ્રથોને હાઈ બેઝનો સામનો કરવો પડશે. હાઈ બેઝને કારણે ગ્રોથમાં ઘટાડો આવી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

 

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2025 11:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.