Today's Broker's Top Picks: સિમેન્ટ, જીએમઆર એરપોર્ટ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 41222 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને મધ્ય ગાળામાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. મેનેજમેન્ટને આગામી 2 ત્રિમાસિકમાં ડિમાન્ડ સુધરવાની અપેક્ષા છે. નબળી માગ હોવા છતાં માર્જિન યથાવત્ રહ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે સિમેન્ટ પર મહિના દર મહિનાના આધારે મે મહિનામાં ભારતમાં સરેરાશ સિમેન્ટની કિંમત ફ્લેટ રહી. જૂનમાં તમામ પ્રદેશોમાં `8-10/બેગના ભાવ વધારાની જાહેરાત કરી છે. એપ્રિલમાં ગ્રોથ નબળો રહ્યો, પણ મે મહિનામાં માગમાં સુધારો આવ્યો. મહિના દર મહિનાના ધોરણે મે માં સિમેન્ટ વોલ્યુમ ગ્રોથ 5-6% વધ્યો. મિડકેપમાં દાલ્મિયા ભારત અને JK સિમેન્ટ પ્રીફર પીક છે. લાર્જ કેપમાં અલ્ટ્રાટેક સિમેન્ટની પસંદગી છે.
GMR એરપોર્ટ્સ પર જેફરિઝ
જેફરિઝે GMR એરપોર્ટ્સ પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દિલ્હી, હૈદરાબાદ એરપોર્ટ પર વિસ્તરણથી ટ્રાફિક ગ્રોથ અને નોન-એરો રેવન્યુમાં મદદ કરશે. GIL અને GAL નું વિલીનીકરણ આ ત્રિમાસિક ગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. FY25 માં મેનેજિંગ લેવરેજ પર ધ્યાન ફોકસ છે.
પેજ ઈન્ડસ્ટ્રીઝ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 41222 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને મધ્ય ગાળામાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. મેનેજમેન્ટને આગામી 2 ત્રિમાસિકમાં ડિમાન્ડ સુધરવાની અપેક્ષા છે. નબળી માગ હોવા છતાં માર્જિન યથાવત્ રહ્યા છે.
ઈન્ડસઈન્ડ બેન્ક પર સિટી
સિટીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2010 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને 18-20% લોન ગ્રોથનો વિશ્વાસ છે. ડિપોઝિટમાં પણ 16-18% ગ્રોથની અપેક્ષા છે. NIM 4.2-4.3% ની રેન્જમાં રહેવાનું ગાઈડન્સ છે. નવી NPA 2%થી નીચે રહેવાનો અંદાજ છે. ક્રેડિટ ખર્ચ 1.1-1.3%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)