Today's Broker's Top Picks: ડિફેન્સ સેક્ટર, ગુજરાત ગેસ, હીરો મોટોકૉર્પ અને ભારત ફોર્જ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે હીરો મોટો કોર્પ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં EBITDA વર્ષ દર વર્ષના ધોરણે 25% રહ્યો અનુમાન 4% ના હતા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ડિફેન્સ સેક્ટર પર નોમુરા
નોમુરાએ ડિફેન્સ સેક્ટર પર નાણાકીય વર્ષ 24-32માં 138 બિલિયન ડૉલરની તક છે. HAL અને BEL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે HAL માટે લક્ષ્યાંક 4750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરમાં કંપનીની મજબૂતી છે. જ્યારે BEL માટે લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ઓર્ડર ઈનફ્લોમાં વધારો સાથે માર્જિન પણ સુધર્યા છે.
ગુજરાત ગેસ પર નોમુરા
નોમુરાએ ગુજરાત ગેસ પર રિડયુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં માર્જિન અનુમાનથી ખરાબ જાહેર રહ્યા છે. ગેસ ડિમાન્ડમાં વોલાટીલિટીને કારણે મેનેજમેન્ટે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ 10% રાખ્યો.
હીરો મોટો કોર્પ પર જેફરિઝ
જેફરિઝે હીરો મોટો કોર્પ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં EBITDA વર્ષ દર વર્ષના ધોરણે 25% રહ્યો અનુમાન 4% ના હતા. EBITDA/વ્હીકલ ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે 5% પર રહ્યો,નવા હાઈ બનાવ્યા. આગામી 3 વર્ષમાં 2-વ્હીલરનો ગ્રોથ ડબલ ડિજિટ થવાની અપેક્ષા છે. હાલમાં 2-વ્હીલરમાં કંપનીના માર્કેટ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો. પ્રીમિયમ બાઈક, સ્કૂટર અને EVમાં ગ્રોથ વધવાની અપેક્ષા છે. FY24-26 દરમિયાન EPS CAGR 17% રહેવાના અનુમાન છે.
હીરો મોટો કોર્પ પર CLSA
સીએલએસએ એ હીરો મોટોકૉર્પ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અુનમાના મજબૂત રહ્યા. કાચા માલના ખર્ચમાં ઘટાડાને કારણે Q4ના પરિણામ સારા રહ્યા. કાચા માલનો ખર્ચ ઘટવાથી ગ્રોસ માર્જિનમાં 89 bps પોઈન્ટનો સુધારો થયો છે. પેટ્રોલ 2-વ્હીલર સેગમેન્ટ માટે EBITDA માર્જિન 15.6% રહ્યા. EV બિઝનેસે Q4 માં માર્જિન 130 bps નીચે રહ્યું. મેનેજમેન્ટે રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ રાખ્યો છે.
ભારત ફોર્જ પર જેફરિઝ
જેફરિઝે ભારત ફોર્જ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1075 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)