Q2 ના પરિણામોની કેવી અસર ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર મળશે જોવા, જાણો શું આપી નિષ્ણાંતોએ સલાહ | Moneycontrol Gujarati
Get App

Q2 ના પરિણામોની કેવી અસર ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર મળશે જોવા, જાણો શું આપી નિષ્ણાંતોએ સલાહ

ફાર્મા પર કોટકનું કહેવુ છે કે 2QFY25 માટે ફાર્મા કંપનીના પરિણામ જાહેર થવાની અપેક્ષા છે. US જેનરિક દવાના પ્રાઈસ સ્થિર રહેવાનો પરિણામને મળશે. US વેચાણ અપેક્ષા કરતા સારૂ રહી શકે છે. હાલના ઉત્પાદનોમાં વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે.

અપડેટેડ 01:43:39 PM Oct 17, 2024 પર
Story continues below Advertisement
આજે ચર્ચા કરીશુ ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર. આવો જાણીએ તેના પર શું છે સલાહ

આજે આપણે ચર્ચા કરીએ છીએ બે સેક્ટર્સ પર અને એને લઇને આ ત્રિમાસીકમાં શું અનુમાન બની રહ્યું છે. તો આજે ચર્ચા કરીશુ ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર. આવો જાણીએ તેના પર શું છે સલાહ

ફાર્મા પર ફિલિપ્સ કેપિટલનો મત

ફાર્મા પર ફિલિપ્સ કેપિટલનું કહેવુ છે કે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું પોઝિટીવ યોગદાન રહેશે. વર્ષ દર વર્ષના આધાર પર સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું વેચાણ 10% વધવાની અપેક્ષા છે. US માર્કેટમાં gMyrbetriq, gRevlimid અને gSpiriva દવાના ભાવ સ્થિર રહેશે. સ્થિર ભાવનો સપોર્ટ EBITDA માર્જિનને મળશે. EBITDA માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. કાચા માલની કિંમત વધવા છતાં ગ્રોથમાં સ્થિરતા રહેશે. EBITDA વાર્ષિક ધોરણે 10% વધવાની અપેક્ષા છે. ભારતીય ફાર્મા કંપનીઓની આવક ગ્રોથ 12% રહેવાની અપેક્ષા છે.


ફાર્મા પર કોટકનો મત

ફાર્મા પર કોટકનું કહેવુ છે કે 2QFY25 માટે ફાર્મા કંપનીના પરિણામ જાહેર થવાની અપેક્ષા છે. US જેનરિક દવાના પ્રાઈસ સ્થિર રહેવાનો પરિણામને મળશે. US વેચાણ અપેક્ષા કરતા સારૂ રહી શકે છે. હાલના ઉત્પાદનોમાં વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. નવા પ્રોડક્ટ લોન્ચ કરવાનો ફાયદો આગામી ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. ARBP માટે USમાં ક્રમિક ગ્રોથની અપેક્ષા છે. 2QFY25માં Eugia III વેચાણ સામાન્ય થવાની અપેક્ષા છે. gMyrbetriq 50 mg લોન્ચથી ફાયદો મળી શકે છે. gSpiriva અને gProlensa માં રેમ્પ-અપથી ફાયદો થશે. સિપ્લાને લેનરિયોટાઇડ સપ્લાય માટે પડકારનો સામનો કરવો પડી શકે છે. IPM માં વોલ્યુમમાં સુસ્તી શક્ય છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર US જેનરિક વેચાણમાં 1.5% રહેવાની અપેક્ષા છે.

ફાર્મા સેક્ટર પર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ

ફાર્મા સેક્ટર પર મોતીલાલ ઓસવાલે કહ્યું કે વર્ષ દર વર્ષના આધાર પર 2QFY25માં આવક ગ્રોથ 13.3% રહેવાની અપેક્ષા છે. સ્થાનિક ફાર્મા વેચાણમાં મજબૂત ટ્રેક્શન છે. US સેગમેન્ટમાં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના આધાર પર US વેચાણ 8.6% વધવાની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના આધાર પર US જનેરિક પ્રોડક્ટ લોન્ચથી EBITDA 13.9% વધવાની અપેક્ષા છે. નફો વાર્ષિક ધોરણે 13.3% વધવાની ધારણા છે.

મેટલ સેક્ટર પર ફિલિપ્સ કેપિટલનો મત

ઓર અને કોકિંગ કોલના ભાવમાં 400-550/ટન રૂપિયા રહ્યા. 15-20 ટન ડૉલરનો ઘટાડો નોંધાયો હતો. વોલ્યુમ ગ્રોથ રેન્જબાઉન્ડ (± 5%) રહેવાની અપેક્ષા છે. કંપનીઓમાં EBITDA/ટન ₹1,500-2,500/ટન ઘટવાના અનુમાન છે. નાલ્કો, વેદાંત, NMDC, SAIL અને જિંદાલ SAW માટે પોઝિટીવ વ્યૂ છે. LME એલ્યુમિનિયમ,લીડ,ઝીંકમાં ક્રમિક રીતે 5%/6%/1% ઘટાડો આવ્યો હતો.

મેટલ સેક્ટર પર કોટકનો રિપોર્ટ

મેટલ સેક્ટર પર કોટકે કહ્યું કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2QFY25માં માર્જિન ₹1,500/ટન ઘટી શકે છે. કોકિંગ કોલસાના ઘટતા ભાવની અસર પરિણામ જોવા મળી શકે છે. સ્ટીલ કવરેજ ₹3000/ટન રહેવાની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના આધાર પર વોલ્યુમ ગ્રોથ 0.4% રહેવાની અપેક્ષા છે.

મેટલ સેક્ટર પર મોતીલાલ ઓસવાલ

મેટલ સેક્ટર પર મોતીલાલ ઓસવાલે કહ્યું કે ઓપરેટિંગ વોલ્યુમ ગ્રોથમાં નરમાશ જોવી મળી શકે છે. કોલસાના ખર્ચમાં ઘટાડો માર્જિનને ટેકો આપવાની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના આધાર પર ફેરસ વોલ્યુમ ગ્રોથ 5% રહેવાની અપેક્ષા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ફેરસ વોલ્યુમ ગ્રોથ 8% નીચે રહી શકે છે. દેશમાં ઊંચી આયાતને કારણે વોલ્યુમ ગ્રોથને અસર કરશે. નોન ફેરસ વોલ્યુમ ગ્રોથમાં પણ નરમાશ આવી શકે છે. સ્થાનિક એલ્યુમિનિયમ વોલ્યુમો વાર્ષિક ધોરણે 4% ઘટ્યા. Q2FY25માં આવક ગ્રોથ 3% ઘટવાના અનુમાન છે. Q2FY25માં EBITDA 15% ઘટવાનો અંદાજ રહેશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

હિંદ રેક્ટિફાયર્સના શેર વૉલ્યૂમમાં તેજીના કારણે 10% ઉછળો, સ્ટૉક અપર સર્કિટની નજીક પહોંચ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 17, 2024 1:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.