Today's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પાવર સેક્ટર, ઓટો એન્સીલરી, ઝોમેટો છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પાવર સેક્ટર, ઓટો એન્સીલરી, ઝોમેટો છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ કોટક બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2040 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ મોબિલાઇઝેશન એક પડકાર રહ્યો. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં ડિપોઝિટ મોબિલાઇઝેશન પડકારોને દૂર કરી રહી છે. બેન્ક લોન ગ્રોથ મજબૂત છે.

અપડેટેડ 11:44:57 AM Mar 18, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ICICI બેન્ક પર નોમુરા

નોમુરાએ આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટની નજીકના ગાળામાં લિક્વિડિટી ચુસ્ત રહેવાની અપેક્ષા છે. માર્ચ અંતમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટ્સની આગેવાની હેઠળ નજીકના ગાળામાં ચુસ્ત લિક્વિડિટી છે. લિક્વિડિટીમાં ધીરે-ધીરે સુધારો આવવાની અપેક્ષા છે. તેમનું કહેવુ છે કે Q4FY25/Q1FY26માં RBI રેપો રેટ ઘટાડી શકે છે. નાણાકીય વર્ષ 24માં માર્જિન સુધરવાની અપેક્ષા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q4FY24 માં માર્જિનમાં 10 bpsનો સુધારો આવી શકે છે.


કોટક બેન્ક પર નોમુરા

નોમુરાએ કોટક બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2040 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ મોબિલાઇઝેશન એક પડકાર રહ્યો. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં ડિપોઝિટ મોબિલાઇઝેશન પડકારોને દૂર કરી રહી છે. બેન્ક લોન ગ્રોથ મજબૂત છે.

પાવર સેક્ટર પર GS

ગોલ્ડમેન સૅક્સે FY25-29 માટે CERC ફાઈનલ રેટિફ ગાઈડન્સ બાહર પાડી શકે છે. તેમનું કહેવુ છે કે થર્મલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ માટે પૉઝિટીવ વ્યૂ છે. ‘Reliability’ અને ‘Energy Security’ સિસ્ટમ પર ફોકસ છે. NTPC માટે ખરીદદારીની સલાહ યથાવત્ છે.

ઓટો એન્સીલરી પર કોટક

કોટક સિક્યોરિટીઝે ઓટો એન્સીલરી પર Uno મિંડા માટે રેટિંગ વેચાણ થી અપગ્રેડ કરી એડીડી કર્યા છે. તેમનું કહેવુ છે કે કરેશક્શન બાદ Uno મિંડાના રેટિંગ અપગ્રેડ કર્યા છે. CIE ઓટોમોટિવ ઈન્ડિયા, વેરૉક એન્જીનિયરિંગ માટે રેટિંગ વધાર્યા છે. તેમનું કહેવુ છે કે 2-વ્હીલર સેગમેન્ટમાં ટ્રેન્ડ મજબૂત છે. EV અને પ્રીમિયમાઈઝેશનની વધતી સ્પીડનો ફાયદો થશે. Uno મિંડા ઈન્ડસ્ટ્રીને આઉટપરફોર્મ કરી શકે છે. Uno મિંડા ધણા સેગમેન્ટમાં માર્કેટ લીડર કંપની છે.

Zomato પર UBS

યુબીએસએ ઝોમેટો પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પર છે. Seasonality સાથે ઈન્ડસ્ટ્રી વોલ્યુમ MoM 4% ઉપર છે. GMVમાં QoQ ધોરણે ઘટાડો આવી શકે છે. વર્ષ દર વર્ષના આધારે મેનેજમેન્ટની ગ્રોથ ગાઈડન્સ 20% થી વધુ વધવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 18, 2024 11:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.