Today's Broker's Top Picks: આઈટી, એક્સિસ બેંક, પેટીએમ, ઓએમસી છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ એક્સિસ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ મોબિલાઇઝેશન એક પડકાર રહી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર CLSA
સીએલએસએ એ આઈટી પર સાવચેતીભર્યા વલણ સાથે વિપ્રો, HCL ટેક માટે વેચાણના રેટિંગ આપ્યા છે. આગળ તેમણે TCS અને LTIMindtree માટે પણ વેચાણના રેટિંગ આપ્યા છે. આગળ તેમને કહ્યુ કે IT સર્વિસ ઓર્ડરબુકમાં ઘટાડો આવ્યો. ઓરેકલ અને ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પરિણામ ખરાબ જાહેર થયા. Q2-Q3FY24માં QTD ઓર્ડર ધીમા પડ્યા. વર્ટિકલ્સ બિઝનેસ જેમકે બેન્કિંગ, રિટેલ અને ટેલિકોમ, પડકારોનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ 25 માટે રેવેન્યુ ગ્રોથ અનુમાનથી ખરાબ રહી શકે છે.
એક્સિસ બેંક પર નોમુરા
નોમુરાએ એક્સિસ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ મોબિલાઇઝેશન એક પડકાર રહી શકે છે. બેન્કને ફ્રેન્ચાઈઝમાં રોકાણ કરવા મંજૂરી મળી છે. નાણાકીય વર્ષ 24-26 માટે CAGR 15% અને ડિપૉઝિટ અને લોન CAGR 15.5% રહેવાના અનુમાન છે. તેમને ક્રેડિટ ગ્રોથ 400-600 bps વધવાના અનુમાન છે.
પેટીએમ પર મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ પેટીએમ પર ઈક્વલવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 555 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NPCI મલ્ટિ-બેંક મોડલ હેઠળ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP)ને મંજૂરી આપે છે. કંપનીએ ચાર બેંકો- એક્સિસ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંક સાથે ભાગીદારી કરી છે. ઉપરની ચાલ એ હકારાત્મક વિકાસ અને અપેક્ષાઓ સાથે સુસંગત છે. ફેબ્રુઆરી 24 દરમિયાન કંપનીના બિઝનેસ પર સંભવિત અસર અંગેના અપડેટની રાહ જોવાનું ચાલુ રાખો.
OMCs પર MS
મોર્ગન સ્ટેનલીએ IOC પસંદ કર્યો છે. તેમણે તેના પર સૌથી વધુ રિફાઈનિંગ એક્સપોઝરથી ફાયદો થયો છે. HCPLના ઈન્ટિગ્રેટેડ માર્જિન પર નકારાત્મક અસર શક્ય છે. IOC પર ટૂંકા ગાળે ખરાબ અસર થઈ છે. IOCના માર્કેટિંગ વોલ્યુમ રિફાઈનિંગ આઉટપુટથી વધુ છે. HPCLમાં ઘટાડે ખરીદી કરીશું.
OMCs પર CLSA
સીએલએસએ એ HPCL, BPCL IOC પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેના પર ભાવ ઘટાડો મોટો ડી રેટિંગની ઘટના છે. માર્કેટિંગ માર્જિન ઘટી શકે છે.
OMCs પર સિટી
સિટીએ ઓએમસીએસએ ભાવ ઘટાડો અનઅપેક્ષિત નથી. ક્રૂડમાં વધારા સામે ભાવ ઘટાડો યોગ્ય નથી. માર્કેટિંગ માર્જિન બ્રેક ઈવન સ્તરે હતા. સ્ટોકમાં ઘટાડે ખરીદી કરી શકાય છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)