Today's Broker's Top Picks: એનબીએફસી, બજાજ ફાઈનાન્સ, પાવર ફાઈનાન્સર્સ, રિલાયન્સ, યુટિલિટીઝ અને આઈઆઈએફએલ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
જેપી મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિલાયન્સ શેર્સ અર્નિંગ ટ્રેક પર છે. જ્યારે રિફાઇનિંગ, પેટ્રોકેમ માર્જિન, ટેલિ ટેરિફ EPS માટે પૂરતા પ્રમાણમાં મોટા વેરિયેબલ્સ દેખાયા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
NBFC પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ NBFC પર RBI એ JM ફાઈનાન્શિયલ અને IIFL ફાઈનાન્સ પર કડક પગલા લીધા છે. નજીકના ગાળામાં RBI તરફથી આવી એક્શન અન્ય NBFC કંપનીઓ પર જોવા મળી શકે છે.
બજાજ ફાઈનાન્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે બજાજ ફાઈનાન્સ પર 3QFY22-3QFY24 વચ્ચે લોન કારોબારના AUM વાર્ષિક 45%થી દર વધ્યા છે. શેરોના ફેરબદલના લોન કારેબારનો AUM ₹19,200 કરોડ કર્યા. 3QFY24માં કુલ AUMના 6% શેર્સ ફેરફાર લોન કારોબારનો AUM છે.
પાવર ફાઇનાન્સર્સ પર CLSA
સીએલએસએ એ PFC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 550 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. જ્યારે REC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 560 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે Q4માં ગ્રોસ NPAમાં 60-70 Bpsના સુધારાની અપેક્ષા છે. Q4માં PFC અને REC માટે Write-Backsમાં 60-70 Bpsનો સુધારો શક્ય છે. Q4 માં લેન્કો અમરકંટક ડીલના રિઝોલ્યુશનની અપેક્ષા છે. FY25-26 સુધી PFC માટે NIM 5-13 Bps વધવાની અપેક્ષા છે.
રિલાયન્સ પર JP મૉર્ગન
જેપી મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિલાયન્સ શેર્સ અર્નિંગ ટ્રેક પર છે. જ્યારે રિફાઇનિંગ, પેટ્રોકેમ માર્જિન, ટેલિ ટેરિફ EPS માટે પૂરતા પ્રમાણમાં મોટા વેરિયેબલ્સ દેખાયા છે.
યુટિલિટીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ યુટિલિટીઝ પર આગામી દાયકામાં $550 બિલિયનની મૂડીખર્ચનો અનુમાન છે. જ્યારે NTPC ટોપ પીક પર છે. BHEL માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે ડિમાન્ડ આઉટલુક મજબૂત કર્યો છે.
IIFL ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે આઈઆઈએફએલ ફાઈનાન્સ પર રેટિંગ ખરીદારી થી ડાઉનગ્રેડ કરી હોલ્ડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 765 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 435 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમને ગોલ્ડ લોન પર પ્રતિબંધથી નફા પર અસર જોવા મળી શકે છે. પ્રતિબંધ ક્યારે દૂર થશે તે સાફ નથી. 9 મહિના સુધી પ્રતિબંધ રહી શકે છે. 9 મહિના પ્રતિબંધ રહ્યું તો ગોલ્ડ AUM 51% ઘટી શકે છે. FY25-26 EPS અનુમાન 26-27% ઘટી શકે છે. FY25-26 RoE અનુમાન 4.6-4.8% ઘટી શકે છે. FY26માં નફો 6% ઘટી શકે છે. FY24-26 દરમિયાન વાર્ષિક 5% EPS ગ્રોથ શક્ય છે.