Today's Broker's Top Picks: ઝોમેટો, એલએન્ડટી, એચડીએફસી બેંક, અમારા રાજા છે બ્રોકરેજના રડાર પર
બર્નસ્ટેઇને HDFC બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 4 વર્ષમાં RoA 1.8%થી 2.1% શક્ય છે. RoAમાં સુધારો આવવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Zomato પર CLSA
સીએલએસએ એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 248 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માં Swiggyની GOV ગ્રોથ વાર્ષિક ધોરણે 26% વધ્યો. ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV)માં ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ સામેલ છે. Swiggyના GOV ગ્રોથની સરખામણીએ કંપનીનો વાર્ષિક ગ્રોથ 36% રહ્યો. વાર્ષિક Swiggyની આવક ગ્રોથ 24% રહી, Zomatoની એડસ્ટેડ આવક ગ્રોથ 55.9% રહી. નાણાકીય વર્ષ 24 માં Swiggy ની ટ્રેડિંગ ખોટ ઘટીને $158 મિલિયન રહી. નાણાકીય વર્ષ 24માં કંપનીના $5 મિલિયન પૉઝિટીવ EBITDA રહ્યા.
Zomato પર UBS
યુબીએસે ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Swiggyનો GOV ગ્રોથ વાર્ષિક આધાર પર 26% રહ્યો, યૂઝર્સ લગભગ 104 મિલિયન રહ્યા. Swiggyની ફૂડ ડિલિવરીમાં 10%થી વધુનો ગ્રોથ, જાહેરાતો અને પ્લેટફોર્મ ફીસમાં સુધારો થયો. ક્લિક કોમર્સમાં 26 શહેરોમાં 487 ડાર્ક સ્ટોર્સના દમ પર મજબૂત GOV ગ્રોથ છે. Swiggyની સરખામણીએ Zomatoનો GOV ગ્રોથ FY24માં 37% રહ્યો. Zomato પાસે માર્ચ 2024 સુધી 530 ડાર્ક સ્ટોર્સ છે.
Zomato પર GS
ગોલ્ડમેન સૅક્સે ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 240 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Zomatoનું માર્કેટ શેર હાલમાં 56-57% છે. Zomatoનું માર્કેટ શેર 2% વધ્યું. સ્વિગી ડિસ્ક્લોઝરથી ઝોમેટો માટે જાણકારી મળી છે. Zomatoનું સ્કેલ તેના નજીકના હરીફ કરતા 50% વધુ રહી શકે છે. Swiggyનો એડસ્ટેડ EBITDA ખોટમાં ઘાટડો આવ્યો પણ Zomatoની સરખામણીએ વધુ છે. 2HCY23થી Zomato નફામાં છે.
L&T પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3857 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2040 સુધી કાર્બન ન્યુટ્રિલિટી લક્ષ્ય હાસ કરવા તૈયાર છે. નાણાકીય વર્ષ 26 સુધી GHG એમિશન સૌથી ઉપર સ્તર પર યથાવત્ રહેશે. 35% ની એનર્જી ફિસિએન્સી છે. 55% ડીકાર્બનાઇઝિંગ એનર્જીના દમ પર નેટ ઝીરો એમિશનનો લક્ષ્ય છે. કંપની 10%ના ઓફસેટના દમ પર નેટ ઝીરોનો લક્ષ્ય પૂરો કરશે. L&T GHG એમિશન એન્ટેસિટી કારોબાર વાર્ષિક 2024 સુધી 12% થશે. કુલ એનર્જીનો ખર્ચ 75% ડીઝલ અને 16% ઈલેક્ટ્રિસિટીથી પૂરો થશે.
HDFC બેન્ક પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને HDFC બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 4 વર્ષમાં RoA 1.8%થી 2.1% શક્ય છે. RoAમાં સુધારો આવવાની અપેક્ષા છે. લોન મિક્સમાં પણ સુધાકો આવી શકે છે. કોસ્ટ ઓફ ફંડમાં પણ ઘટાડો આવવાની અપેક્ષા છે. માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
Amara Raja On JPMorgan
જેપી મોર્ગને અમારા રાજા પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Gotion સાથે ટેક્નિકલ લાઈસન્સ એગ્રીમેન્ટ છે, કંપની માટે અહમ નિર્ણય છે. પાર્ટનરશીપ સાથે કંપનીને ગીગા ફેક્ટરી તૈયાર કરવામાં મદદ મળશે. આ પાર્ટનરશીપથી રોકાણકારનો વિશ્વાસ વધશે. કંપનીની 16 GWh ક્ષમતાના લક્ષ્યને પૂરા કરવાનો વિશ્વાસ વધશે. આ ટેક પાર્ટનરશીપ પર સ્પષ્ટતા આવવાથી રિ-રેટિંગ માટે અહમ છે. OEM કોન્ટ્રેકટ્સ અને ઈક્વિટી, ડેટ ફન્ડિંગ પણ રિ-રેટિંગ માટે અહમ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)