નિલેશ શાહનું કહેવુ છે કે વૈશ્વિક બજારની સામે ભારતીય અર્થતંત્ર ઘણું સારું પ્રદર્શન છે. ભારતીય બજાર અન્ય વૈશ્વિક બજારોની સામે પ્રિમિયમ પર હતું. આ ઘટાડો ભારતીય બજારને વિશ્વના બજારોની નજીક લઈ જશે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધુ છે તે એક પડકાર છે. ચાલુ ખાતાની ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેવા જોઈએ.
નિલેશ શાહના મતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ટેકો મળે જેથી કન્ઝમ્પશન વધે. પ્રાઈવેટ સેક્ટરનું રોકાણ વધે તે માટેના પગલા લેવા જોઈએ. નોન ટેક્સ આવક વધે તો ટેક્સના દરમાં ઘટાડો આવી શકે છે. ટેક્સના કાયદાની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને લોકો ટેક્સ નથી ભરતા.