Budget 2023: યૂનિયન બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણ વધારશે સરકારી કર્મચારીઓનો પગાર - budget 2023 finance minister nirmala sitharaman will increase the salary of government employees in union budget 2023 | Moneycontrol Gujarati
Get App

Budget 2023: યૂનિયન બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણ વધારશે સરકારી કર્મચારીઓનો પગાર

Budget 2023: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023એ યૂનિયન બજેટ રજૂ કરવાના છે. એવી અપેક્ષા છે કે નાણામંત્રી બજેટ 2023માં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે સરકારના બજેટમાં ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે.

અપડેટેડ 03:09:16 PM Jan 19, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: ભારતના બજેટ 2023 રજૂ થવામાં અત્યારે અમુક દિવસ વેચ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના યૂનિયન બજેટ 2023 થી સરકારી કર્મચારિયો, સામાન્ય લોકો, મિડલ ક્લાસ અને ટેક્સપેયર્સને ખૂબ સારી આશા છે. યૂનિયન કર્મચારિયોની આશાઓ આ બજેટથી સૌથી વધારે છે કારણે કે વર્ષ 2024માં લોકસભાની ચૂટણી થવાની છે અને આ લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકારના અંતિંમ પૂર્ણ બજેટ છે. આવામાં સરકાર આ બજેટમાં લોકલુભાવન જાહેરાત કરી શકે છે. આ બજેટમાં આવી જાહેરાત થઈ શકે છે જેથી સરકારી કર્મચારીયોનો પગાર વધ્યો છે. સરકાર યુનિયન બજેટ 2023માં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય છે તો સરકારી કર્મચારીઓની બેસિક પગારમાં મોટો હાઈક જોવા મળી શકે છે. 1 ફેબ્રુઆરીને બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર વધારવાની જાહેરાત કરી શકે છે.

1 ફેબ્રુઆરી 2023એ બજેટમાં વધશે પગાર?

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023એ યૂનિયન બજેટ રજૂ કરવાના છે. એવી અપેક્ષા છે કે નાણામંત્રી બજેટ 2023માં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે સરકારના બજેટમાં ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરમાં બદલાવ કરવાની માંગ કરી શકે છે.

સરકારની આગળ ઘણી વખત રાખી તે માંગ

ફિટમેન્ટ ફેક્ટર વધારવાને લઈને સરકારની સાથે કર્મચારી અસોસિએશન ઘણી વાર મીટિંગ કરી છે. મીડિયા રિપોર્ટની મોનો તો સરકાર તેને જલ્દીથી જલ્દી લાગુ કરવા માંગે છે, જેથી, સરકારી કર્મચારીયોને ચુંટણીના સમય લુભાવી શકે. વર્ષ 2024 ના મધ્યમાં લોકસભા ચૂંટમી થવાની છે. જો સરકાર બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર વધાવાની જાહેરાત કરે છે તો આવું થયા તો કર્મચારીયોના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે.


આટલી વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર

હવે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે. તેનું અર્થ છે કે જો કોઈને 4200 ગ્રેડ પે માં 15,500 રૂપિયાનો બેસિક પગાર મળે છે, તો તેણે કુલ પગાર 15,500 X 2.57 રૂપિયા એટલે કે 39,835 રૂપિયા થશે. ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકાથી વધીને 3.68 કરવા પર બેસિક પગાર અને તેની સાથે મળવા વાળા ભત્તો વધી જશે. કર્મચારીયોની ન્યૂનતમ બેસિક પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે. સરકારના આ પગલાથી કેન્દ્ર સરકારને લગભગ 48 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2023 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.