બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે સરકાર, ગ્રાહકને મળશે સીધો ફાયદો - the government will announce the increase in fame subsidy in the budget the consumer will get direct benefit | Moneycontrol Gujarati
Get App

બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે સરકાર, ગ્રાહકને મળશે સીધો ફાયદો

સરકાર બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે અને તેનો લાભ સીધો ગ્રાહકને મળશે.

અપડેટેડ 11:10:20 AM Jan 29, 2023 પર
Story continues below Advertisement

સોસાઇટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(એસએમઈવી)ને અપેક્ષા છે કે સરકાર ઇવી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું ચાલૂ જ રાખશે. આ સાથે જ તેમને આશા છે કે સરકાર આ બજેટમાં ઘરેલું સ્તર પર આર એન્ડ ડીને પ્રત્સાહન આપવા, સપ્લાઈ સંબંધીત તકલીફોને દૂર કરવા અને મજબૂત ઈવી ઇકોસિસ્ટમને પ્રોતસાહિત કરી ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે નવી યોજનાઓ અને ઉપાયો પણ લાવશે.

એસએમઈવી ડીજી સોહિંદર સિંહ ગિલે જણાવ્યું કે, આશા છે કે, સરકાર બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે અને તેનો લાભ સીધો ગ્રાહકને મળશે. એક બાજુ જ્યાં ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીનો દર 5% છે. ત્યાં સ્પષ્ટતા નહીં હોવાના કારણે સ્પેરપાર્ટ્સ પર 28% સુધી જીએસટી ચુકવવું પડે છે. આશા છે કે, સરકાર બધા ઈવી સ્પેરપાર્ટ્સ પર યૂનિફોર્મ 5% જીએસટીનો દર લાગૂ કરશે. ઈવી ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિથિયમ આયન સેલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 0% કરવાથી ઈવીની કિંમત ઘટાડવામાં મદદ મળશે.

સબસિડી સીધી કસ્ટમરના ખાતામાં ટ્રાન્સફર થાય

ફેમ 2ની માન્યતા માર્ચ 2024થી પૂર્ણ થઈ રહી છે. આશા છે કે, ઇવી ઈડસ્ટ્રીને આધાર આપવા માટે મદદરૂપ થતી આ સ્કીમને આગળ વધારવાની જાહેરાત પણ આ બજેટમાં કરશે. એ પણ આશા છે કે ફેમ 2 સ્કીમમાં એવી જોગવાઈ લાવવામાં આવશે. જેનાથી સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર થાય.

ઇવી ટ્રક અને ટ્રેક્ટર નિર્માણને પ્રોત્સાહન મળશે
​​​​​​​
ભારતના ઈંધણ વપરાશમાં ટ્રકોની ભાગીદારી લગભગ 40 ટકા સુધી છે. જો સરકાર ફેમની સીમા કોમર્શિયલ વાહનો એટલે ટ્રકો અને ટ્રેક્ટર્સ સુધી પણ વધારે છે. તો તેનાથી ઇવી ટ્રક અને ટ્રેક્ટર નિર્માણને પ્રોત્સાહન મળશે અને ઈંધણના વપરાશ સાથે ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.


બેટરી રિસાઈકલિંગની નીતિ બનાવવાની જરૂર

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા તેજીથી વધી રહી છે, તેવામાં લિથિયમ આયન બેટરીઓની રિસાઈકલિંગ માટે નીતિ બનાવવી જરૂરી બની છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટ ખરીદવા પર અને રિસાઈકલ કરવા પર એજન્સી નિયુક્ત કરવામાં આવે. બેટરી રિસાઈકલિંગ સંબંધિત રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 200% સુધી ટેક્સ રાહત આપવી જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2023 7:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.