Union Budget 2023-24: આ વખતે કેન્દ્રીય બજેટ (Budget 2023)માં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે મોટી જાહેરાત થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જો હવે આ સમસ્યાને દૂર કરવા માટે પગલાં લેવામાં નહીં આવે, તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સ્થિતિમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવો એ જ એકમાત્ર રસ્તો છે. તેથી, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવાના પગલાંની જાહેરાત કરી શકે છે. નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે, EVના સમગ્ર ઇકોસિસ્ટમ માટે મોટી જાહેરાત કરશે. જેમાં EVની કિંમતોને એફોર્ડેબલ બનાવવા, ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં વધારો અને EV ખરીદનારા લોકોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થશે. નાણામંત્રીએ ગત બજેટમાં કહ્યું હતું કે, સરકાર EVના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બેટરી સ્વેપ પોલિસી લાવશે. આ નીતિનો ડ્રાફ્ટ સરકારે આ વર્ષે એપ્રિલમાં રજૂ કર્યો હતો. આ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
EVનો ઉપયોગ વધારવો શા માટે જરૂરી ?
સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે, શા માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જરૂરી છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઝડપથી વધ્યો છે. 2014માં સરકારે ડીઝલ સબસિડી અંગે સુધારાની જાહેરાત કરી હતી. આ કારણે 2018માં તેલ અને ગેસ સબસિડીમાં પાંચ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ, 2021માં તેમાં દોઢ ગણો વધારો થયો છે. તેની સરખામણીમાં 2014 અને 2021 વચ્ચે રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી માત્ર 1.7 ટકા વધી છે. 2021માં રિન્યુએબલ એનર્જી પર સબસિડી Fossil Fuelsના માત્ર એક તૃતીયાંશ હતી. જો કે, અત્યારે પણ ભારતમાં Fossil Fuels પર સબસિડી ચીનની સરખામણીએ ઓછી છે. પરંતુ, અમેરિકા કરતાં વધુ છે.
અત્યારે શું છે સ્થિતિ ?
સરકાર સરકારી ઓઇલ કંપનીઓ (ONGC, GAIL, HPCL, BPCL, IOC, NTPC)ને Fossil Fuelsનો ઉપયોગ ઘટાડવા રિન્યુએબલ એનર્જી માટે રોકાણ વધારવા માટે કહી શકે છે. અત્યારે આ કંપનીઓના રોકાણનો મોટો હિસ્સો Fossil Fuels પર ખર્ચવામાં આવે છે. Fossil Fuels પ્રોજેક્ટ પર તેમનું રોકાણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની તુલનામાં લગભગ 11 ગણું છે. 2020 માં, Fossil Fuels આધારિત પ્રોજેક્ટ્સમાં પબ્લિક ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (PFIs)નું રોકાણ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ કરતાં લગભગ છ ગણું વધારે હતું. વાર્ષિક ધોરણે રોકાણમાં આ તફાવત લગભગ 5.53 લાખ કરોડ રૂપિયા છે.
શા માટે સરકારી કંપનીઓને પ્રોત્સાહનોની જરૂર?
Reliance Industries અને Adani Green ગ્રીન એનર્જીમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારી કંપનીઓ આ મામલે ઘણી પાછળ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં આવા પગલાંની જાહેરાત કરી શકે છે, જે સરકારી તેલ કંપનીઓને રિન્યુએબલ એનર્જીમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. તેમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવેલી લોન પર ઈન્ટરેસ્ટ રેટ હોલીડેનો સમાવેશ થઈ શકે છે. તેમને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે લોનના વ્યાજદરમાં પણ છૂટ આપવામાં આવી શકે છે. આ મુદ્દાની ગંભીરતા સમજીને નાણામંત્રીએ બજેટમાં પૂરતી ફાળવણી કરવી જોઈએ.
નિર્મલા સીતારમણ શું જાહેરાત કરી શકે છે?
Fossil Fuelsનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. અચાનક ઘટાડો આ સેક્ટરમાં મોટી સંખ્યામાં લોકો માટે બેરોજગારીનું જોખમ ઊભું કરી શકે છે. તેથી નાણામંત્રીએ આગામી બજેટમાં ઇવી અને રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધારવું પડશે. તેનાથી આ વિસ્તારોમાં રોજગારીની તકો વધશે. ખાસ કરીને ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક બનાવીને મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી કરી શકાય છે. પરંતુ, નાણામંત્રીએ ધ્યાનમાં રાખવું પડશે કે આ ચાર્જિંગ સ્ટેશનો રિન્યુએબલ એનર્જી પર આધારિત હોવા જોઈએ. આનો અર્થ એ થયો કે તેમણે રિન્યુએબલ એનર્જીમાંથી પેદા થતી વીજળીનો જ ઉપયોગ કરવો જોઈએ. તો જ તમને આ પ્રયાસનો પૂરો લાભ મળશે.
EVને બજેટમાં મળી શકે છે ગિફ્ટ
સરકારે આ બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહનો પણ જાહેર કરવા જોઈએ. લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે રાહત દરે લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. હાલમાં, EVમાટે લોન પરના વ્યાજની રકમ જ આવકવેરા કપાત માટે પાત્ર છે. સરકારે લોનની રકમ પર ટેક્સ મુક્તિની પણ જાહેરાત કરવી જોઈએ. આનાથી દેશમાં EVનો ઉપયોગ વધશે, જેના કારણે પર્યાવરણનું સ્વાસ્થ્ય સારું રહેશે.