વૈભવ સંઘવીનું કહેવુ છે કે 2014થી સરકારનું વલણ સપ્લાય સાઈડ પર સુધારા કરવાનું રહ્યું છે. બજેટમાં રોડ, પોર્ટ, રેલવે અને ડિફેન્સ પર ફોકસ દેખાશે. રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે પણ જાહેરાત આવી શકે છે. સરકારના ટેક્સ કલેક્શનમાં થોડો ઘટાડો આવી શકે છે. આવતા વર્ષે 5.8-5.9% જેટલો નાણાંકીય ખાધનો લક્ષ્ય રહેશે.
વૈભવ સંઘવીના મતે કમ્પ્લાયન્સ વધારશે તો આપોઆપ ટેક્સનું કલેક્શન વધશે. ટેક્સના દર ઘટાડવામાં આવે તો કમપ્લાયન્સ વધતા આવક વધશે. આ સરકારનું સતત ફોકસ ઈન્ફ્રા સેક્ટર પર છે. ઈઝ ઓફ ડુઈિંગ બિઝનેસ અંગે ઘણાં રિફોર્મ કરવાની જરૂર છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કામ થયું છે.
વૈભવ સંઘવીનું માનવુ છે કે કંપની શરૂ કરવા માટે સરળતા છે, પણ તેના કામકાજમાં સરળતા નથી. ભારત એન્જિનયિરિંગ, ટેક્સટાઈલ, સર્વિસમાં વિશ્વમાં આગળ વધી શકીએ છીએ. ડિફેન્સ સેક્ટરમાં ઘણી પ્રગતિ થવાની બાકી છે. ડિફેન્સમાં જો એક્સોપર્ટ શરૂ થાય તો તેમાં ઘણી તકો છે. સ્ટાર્ટ અપ અંગે સરકાર ફોકસ કરીને પ્રોત્સાહન આપી રહી છે.
વૈભવ સંઘવીના મુજબ સ્ટાર્ટ અપના ત્રીજા તબક્કાની કંપનીઓને ટેક્સમાં છૂટ નથી. રોજગારને, વ્યવસાયને સરકાર પ્રોત્સાહન આપી શકે છે. બિઝનેસમાં સારી લિક્વિડિટી પણ સારી હોવી જોઈએ.