Union Budget 2023 : કોવિડ-19 દરમિયાન ભારે મંદી પછી ગયા વર્ષે હાઉસિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે, 2023માં તે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા ઓછી છે. તેથી, બજેટની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. 2023નું બજેટ ખરીદનાર અને વેચનાર બંને માટે કંઈક જાહેરાત કરીને આ ઉદ્યોગને થોડી રાહત આપી શકે છે. એનારોક રિસર્ચ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો છે કે 2021ની સરખામણીમાં 2022માં રહેણાંક મિલકતના વેચાણમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, રિયલ એસ્ટેટ વિશ્લેષક અતુલ મોંગાએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ અને હોમ લોન ક્ષેત્ર આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેનું કારણ વ્યાજદરમાં વધારો છે, તેથી ધિરાણકર્તાઓએ આકર્ષક વ્યાજ દરે લોન આપવી જોઈએ. આ સિવાય ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે બજેટમાં આ 5 જાહેરાતોથી બિઝનેસને મદદ મળી શકે છે.
ટેક્સ એગ્ઝમ્પ્શન
કરમુક્તિ: વ્યાજદરમાં વધારાથી રિયલ એસ્ટેટ અને હોમ લોન ઉદ્યોગો પર નોંધપાત્ર અસર થવાની ધારણા છે. ખરીદદારો ઊંચા વ્યાજ દરોથી ચિંતિત છે. સરકારે હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવી જોઈએ.
હોમ લોનના નિયમોમાં ફેરફાર
મોર્ટગેજ ફર્મ IMGCના COO અનુજ શર્મા ભારપૂર્વક જણાવે છે કે હોમ લોન વધુ પોસાય તે માટે વ્યાજ દરો ઘટવા જોઈએ. તેમણે કહ્યું કે, RBI દ્વારા પોલિસી રેટ નક્કી કરવામાં આવ્યો હોવા છતાં, બજેટમાંથી ન્યૂનતમ ડાઉન પેમેન્ટમાં ઘટાડો કરીને અને કેટલાક નિયમો હળવા કરીને ઘર ખરીદનારાઓને મદદ કરી શકાય છે.
એફોર્ડેબલ હાઉસિંગ લિમિટમાં ફેરફાર
નિષ્ણાતો માને છે કે વર્તમાન રૂ. 45 લાખને એફોર્ડેબલ હાઉસિંગ તરીકે ગણવામાં આવે તે ભારતના ઘણા શહેરો માટે યોગ્ય નથી. તેને વધારીને રૂ. 75 લાખ કે તેથી વધુ કરવી જોઈએ.
GSTમાં રાહત
સસ્તું અને બાંધકામ હેઠળના ઘરો માટેનું વર્તમાન GST માળખું વિકાસકર્તાઓ પર વધારાનો બોજ મૂકે છે, જેનાથી ખરીદદારો માટે એકમોની કિંમતમાં વધારો થાય છે. સ્ટીલ અને સિમેન્ટ પર GST 18 ટકા અને 28 ટકા હોવા છતાં ડેવલપર્સ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકતા નથી. નિષ્ણાતોએ કહ્યું કે, સરકારે આ બજેટમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેનાથી ડેવલપર્સ પર દબાણ ઓછું થઈ શકે છે.
રેન્ટલ હાઉસિંગ
ફરાંદે સ્પેસ અને CREDAI પુણે-મેટ્રોના પ્રમુખ અનિલ ફરાંડેના જણાવ્યા અનુસાર, ભારતનું રેન્ટલ હાઉસિંગ ક્ષેત્ર ખાસ આકર્ષક નથી. સરકાર ડેવલપર્સને ટેક્સ બેનિફિટ આપીને આ સેક્ટરને પ્રોત્સાહન આપી શકે છે.