કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટ 2023માં નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ ટેક્સના દર ઘટાડવા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ, આ વૈકલ્પિક કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકાય છે. નાણા મંત્રાલયે યોજનાની સ્વીકાર્યતા વધારવાના રસ્તાઓ ઓળખવાના ઉદ્દેશ્ય સાથે આગામી બજેટ માટે સમીક્ષા હાથ ધરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કુલ 7.52 કરોડ લોકોમાંથી 5 લાખ કરતા ઓછા ટેક્સપેયર્સેએ નવી કર વ્યવસ્થા અપનાવી હતી.