Budget 2023: મિડલ ક્લાસ અને ઓછી સેલેરી વાળા લોકો માટે ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની આશા- સૌગત ગુપ્તા - union budget 2023 need to change income tax slabs for middle class and low salaried people - saugat gupta | Moneycontrol Gujarati
Get App

Budget 2023: મિડલ ક્લાસ અને ઓછી સેલેરી વાળા લોકો માટે ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની આશા- સૌગત ગુપ્તા

Union Budget 2023: મેરિકોના સીઈઓ સૌગત ગુપ્તાએ કહ્યુ કે સબ્સિડીના દ્વારા લોકોના હાથમાં પૈસા આપવા એક અસ્થાયી ઉપાય છે. સરકારને લોકોના હાથ સુધી પૈસા પહોંચાડવા માટે ઈંફ્રાસ્ટ્ર્ક્ચર પર ખર્ચ વધારવો પડશે.

અપડેટેડ 03:15:48 PM Jan 25, 2023 પર
Story continues below Advertisement

Union Budget 2023: મોંઘવારીના સૌથી ખરાબ સમયને આપણે પાછળ છોડી ચુક્યા છે. પરંતુ, FMCG પ્રોડક્ટ્સની માંગ વધારવા માટે લોકોના હાથમાં વધારે પૈસાનો ઈંતજામ કરવો જરૂરી છે. મેરિકો લિમિટેડના સીઈઓ અને એમડી સૌગત ગુપ્તાએ આ વાત કરી છે. મનીકંટ્રોલની સાથે વાતચીતમાં ગુપ્તાએ યૂનિયન બજેટ 2023 (Union Budget 2023) અને ઈન્ડસ્ટ્રીના બારામાં વિસ્તારથી ચર્ચા કરી. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં નબળી માંગને લઈને ચિંતા જતાવી. તેમણે કહ્યુ કે તેના લીધે વધારે મોંઘવારી (Inflation) અને યૂક્રેન પર રશિયાનો હમલો છે. જ્યારે ઈનફ્લેશન વધારે રહે છે કંઝ્યૂમર્સ એફએમસીજી પ્રોડક્ટ્સ પર ખર્ચ ઘટાડી દે છે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સિતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના યૂનિયન બજેટ 2023 રજુ કરશે.

ગુપ્તાએ કહ્યુ કે ડાઉનગ્રેડિંગ એક રીતનું કંઝ્યુમર વિહેબિયર છે. એવુ થવા પર કંઝ્યૂમર એફએમસીજી પ્રોડક્ટ્સ પર પોતાનો ખર્ચ ઘટાડી દે છે કે સસ્તા રીઝનલ અલ્ટરનેટિવ્સનો ઉપયોગ કરે છે. 2022 માં એફએમસીજી કંપનીઓની વૉલ્યૂમ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેવાનું આ મોટુ કારણ છે. જો કે, નવેમ્બર 2022 માં રિટેલ ઈનફ્લેશન ઘટીને 5.9 ટકા પર આવી ગયા. તે 11 મહીનામાં સૌથી ઓછા છે. એવુ લાગે છે કે મોંઘવારીનો સૌથી ખરાબ સમય વીતી ચુક્યો છે. આ કેસમાં ઈંડિયાનું પ્રદર્શન દુનિયાના મોટા દેશોના મુકાબલે ખુબ સારૂ રહ્યુ છે. પરંતુ, ઘરેલૂ ખર્ચ વધારવા માટે સરકારની મદદની જરૂર છે.

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

તેમણે કહ્યુ, "સરકારને ઓછી સેલેરી અને મિડિલ ક્લાસ લોકો માટે ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવાની જરૂર છે. તેનાથી લોકોના હાથમાં વધારે પૈસા બચશે." થોડી ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું પણ માનવુ છે કે યૂનિયન બજેટ 2023 માં સરકાર ઈનકમ ટેક્સથી છૂટ માટે આવકની સીમા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. હજુ એક ફાઈનાન્શિયલ વર્ષમાં 2.5 લાખ રૂપિયાની ઈનકમને ઈનકમ ટેક્સથી છૂટ હાસિલ છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ સ્ટેંડર્ડ ડિડક્શનને પણ 50,000 રૂપિયાથી વધારીને 80,000 રૂપિયા કરી શકે છે.

FMCG પ્રોડક્ટ્સની ડિમાંડના બારામાં ગુપ્તાએ કહ્યુ કે આવનાર 3 થી 4 ક્વાર્ટરમાં ગ્રામીણ વિસ્તારોમાં માંગ વધવાની આશા છે. તેનું કારણ છે કે ઈનફ્લેશન હવે નીચે આવી ચુક્યુ છે. તેમણે કહ્યુ કે સબ્સિડીના દ્વારા કંઝ્યૂમર્સના હાથમાં પૈસાનો ઈંતઝામ કરવો એક અસ્થાયી ઉપાય છે. સરકારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, PLI સ્કીમ અને રૂરલ એંપ્લૉયમેન્ટ પ્રોગ્રામ પર ખર્ચ વધારવો જોઈએ. તેમણે કહ્યુ કે ઈકોનૉમીની સ્થિતિને લઈને તે ખુબ ઉત્સાહિત છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 25, 2023 10:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.