હેમાંગ જાનીનું કહેવુ છે કે ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી બજારની આશાઓ વધારે છે. સરકાર ગ્રોથ માટે આક્રમક પગલા લેશે એવું લાગી રહ્યું છે. સરકાર ગ્રોથ માટે આક્રમક પગલા લેશે એવું લાગી રહ્યું છે. નાણાંકીય ખાધ પર આ વખતે વધુ ખર્ચની નેગેટિવ અસર દેખાશે. ગ્રોથ માટેનું, કેપેક્સ અને ઉત્પાદનને ટેકો આપનારું બજેટ હશે. કેપિટલ ગુડ્ઝ અને ડિફેન્સ સેક્ટરને બજેટમાં ટેકો મળશે.
હેમાંગ જાનીના મતે ઈન્ફ્રા અને સિમેન્ટ અંગે પણ સરકાર મોટા નિર્ણય લઈ શકે છે. રિયલ એસ્ટેટમાં ગ્રાહકોને ટેક્સમાં રાહત મળી શકે છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધારવા માટેના પગલા લેવાઈ શકે છે. સરકારે અપેક્ષાઓ અને નાણાંકીય સ્થિતિ વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાણાંકીય ખાધ વધશે તો વ્યાજદર અને મોંઘવારી પર અસર આવશે.



