બજેટમાં 5.1%ની ફિસ્કલ ડેફિસિટની જાહેરાતથી બોન્ડ માર્કેટમાં એક્શન આવી - દિનશૉ ઈરાની | Moneycontrol Gujarati
Get App

બજેટમાં 5.1%ની ફિસ્કલ ડેફિસિટની જાહેરાતથી બોન્ડ માર્કેટમાં એક્શન આવી - દિનશૉ ઈરાની

દિનશૉ ઈરાનીના મતે RBI સારી રીતે વ્યાજદરનું સંચાલન કરી શકે છે તે FIIs જાણે છે. બેન્ક અને ફાઈનાન્સ સેક્ટરમાં હવે તેજી જોવા મળશે. ખાનગી સેક્ટર અને PSU બેન્કમાં તેજી આવશે.

અપડેટેડ 01:46:11 PM Feb 02, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું હેલિઓસ કેપિટલ ઇન્ડિયાના CIO, દિનશૉ ઇરાની પાસેથી.

દિનશૉ ઈરાનીનું કહેવુ છે કે ફિસ્કલ પ્રુડન્શ બજેટમાં રાખી છે તે ઘણું મહત્વનું છે. 5.1%ની ફિસ્કલ ડેફિસિટની જાહેરાતથી બોન્ડ માર્કેટમાં એક્શન આવી. સરકારે કેપેક્સ પરનો ખર્ચ જાળવી રાખ્યો તે મહત્વનું રહ્યુ છે. કેપેક્સ માટે કેન્દ્રએ રાજ્ય સરકારને પણ પૈસા આપવાની વાત કરી. ભારતનો સમાવેશ એક મોટા ઈન્ડેક્સમાં થયો છે.

નિફ્ટીમાં 22,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 47,600ના લેવલની શક્યતા: કુનાલ પરાર

દિનશૉ ઈરાનીના મતે RBI સારી રીતે વ્યાજદરનું સંચાલન કરી શકે છે તે FIIs જાણે છે. બેન્ક અને ફાઈનાન્સ સેક્ટરમાં હવે તેજી જોવા મળશે. ખાનગી સેક્ટર અને PSU બેન્કમાં તેજી આવશે. હાઈ-એન્ડ કન્ઝમપ્શનમાં સારો ગ્રોથ આવશે. ઈન્ફ્રા અને ડિફેન્સ સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય છે.


બજેટ પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ, જાણો બજેટ ક્યા સ્ટૉક્સ પર છે બુલિશ

દિનશૉ ઈરાનીના મુજબ ક્રેડિટ ગ્રોથ 18-19% સુધી જવાની આશા છે. ક્રેડિટ ગ્રોથ વધે તો બેન્કોમાં રિરેટિંગ થશે. લક્ઝરી કન્ઝમ્પશનમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. ગ્રામિણ માર્કેટને કારણે નોન ડ્યુરેબલમાં ગ્રોથ ઓછો રહ્યો. રિન્યુએબલ સેક્ટરમાં કંપનીઓના ભાવ ઘણાં વધી ગયા છે. અમારું રોકાણ હાલ રિન્યુએબલ સેક્ટરમાં ઓછું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2024 1:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.