અમદાવાદનું 2023-24નું 9482 કરોડનું બજેટ જાહેર - 9482 crore budget of ahmedabad for 2023-24 announced | Moneycontrol Gujarati
Get App

અમદાવાદનું 2023-24નું 9482 કરોડનું બજેટ જાહેર

અમદાવાદનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં અમદવાદાવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં એક તરફ રાહત અપાઈ છે.

અપડેટેડ 12:38:03 PM Feb 11, 2023 પર
Story continues below Advertisement

અમદાવાદનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં અમદવાદાવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં એક તરફ રાહત અપાઈ છે. સાથે પ્રોપર્ટી ટેક્સમાં નજીવો વધારો પણ કરાયો છે. સુધારેલા બજેટમાં 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે. રહેણાક અને કોમર્શિયલ મિલકતોનાં દરમાં નજીવો વધારો કરાયો છે. તો કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 10 લાખના વધારા સાથે 40 લાખ કરવામાં આવી.

સોસાયટીઓ માટે 15 કરોડના ખર્ચે 80 લીટરના ડસ્ટબિન અપાશે. દરેક ઝોનમાં મહિલાઓ માટે યોગા સેન્ટર બનશે. AMCના ખાલી પ્લોટનું વેચાણ કરી 250 કરોડની આવક કરાશે. મધ્યમવર્ગ માટે 1500 LIG આવાસ બનાવાશે. મનપાના 15 વર્ષ જૂના વાહનો કાઢી નવા વાહનો નવી સબવાહિની ખરીદવામાં આવશે. તેમજ ઉતર પશ્ચિમ ઝોનમાં નવું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવશે.

ઓલમ્પિક 2036 માટે સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ થશે. LG, શારદાબેન હોસ્પિટલમાં ન્યૂરોલોજી વિભાગની શરૂ થશે. ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવશે. ઘન કચરાના નિકાલ માટે નવુ રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે. ફાયર વિભાગ માટે અધતન સાધનો ખરીદાશે. પર્યાવરણની રક્ષા માટે વધુ 11 લાખ વૃક્ષો વવાશે. સાફ સફાઈ માટે સુપર સકર મશીન ખરીદાશે. વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં અદ્યતન ટેકનોલોજીની દરેક વોર્ડમાં 2 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે.

9482 કરોડનું બજેટ, ડ્રાફ્ટ બજેટમાં 1082 કરોડનો વધારો કર્યો છે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મળી મોટી રાહત મળી રહી છે. નવી જંત્રી પ્રમાણે 3 વર્ષ સુધી અમલ નહીં થાય. 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે. ટેક્સ વધારાના સૂચન સામે શહેરીજનોને રાહત મળી છે. કમિશનરે સૂચવેલા દરોમાં બજેટમાં કરાયો ઘટાડો થયો છે. રહેણાક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે.

પ્રતિ ચોરસ મીટર રૂપિયા 16માં 7નો વધારો સૂચવાયો હતો. બજેટમાં રહેણાક મિલકતમાં દર 20 રૂપિયા કરાયો છે. કોમર્શિયલ મિલકત માટે પણ 3 રૂપિયા ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા સુચવાયા, હવે રૂપિયા 34 કરાયા છે. વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જ ઘટાડી 3 ટકા કરાયા છે. બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો કર્યો છે. કોર્પોરેટરોની ગ્રાન્ટ રૂપિયા 40 લાખ કરવામાં આવી છે.


અગાઉ કોર્પોરેટરોની ગ્રાન્ટ 30 લાખ રૂપિયા હતી. સોસાયટીઓ માટે 80 લીટરના ડસ્ટબિન અપાશે. 15 કરોડના ખર્ચે 80 લીટરના ડસ્ટબિન અપાશે. દરેક ઝોનમાં મહિલાઓ માટે યોગા સેન્ટર બનશે. AMCના ખાલી પ્લોટનુ વેચાણ કરી આવક કરાશે. ખાલી પ્લોટનુ વેચાણ કરી 250 કરોડની આવક કરાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2023 4:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.