બજેટ 2023 આવી ગયું છે અને નાણા મંત્રી નિર્મળા સીતારમનનું બજેટ બજારને પસંદ આવ્યું. આ બજેટમાં સારી વાતો શું રહી અને એવી બાબતો જે આશાથી વિપરીત રહી તે અંગે માર્કેટના દિગ્ગજો સાથે કરીશું ચર્ચા.
નાણામંત્રી નવા ટેક્સ રીજીમ માટે મોટી જાહેરાત કરી છે. તેની હેઠળ ટેક્સ રિબેટને વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે કે 7 લાખ રૂપિયા સુધી ઈનકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. તેના સિવાય, તેમણે કહ્યુ કે 2020 માં 2.5 લાખ રૂપિયા શરૂઆતી ઈનકમની સાથે 6 ઈનકમ સ્લેબ્સ વાળી નવી પર્સનલ ઈનકમ ટેક્સ રીજીમ રજુઆત કરવામાં આવી હતી. હવે આ બજેટમાં સ્લેબ ઘટાડીને પાંચ કરી દેવામાં આવી છે અને સાથે જ ટેક્સ એક્ઝમ્પ્શન લિમિટ વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2023નું બજેચટ ખૂબ સારૂ રહ્યું છે. બેન્કિંગ સેક્સરમાં પણ સારો ગ્રોથ થઈ રહ્યો છે. જીડીપીમાં 7 ટકા નુની ગ્રોથ જોવા મળે તો બેન્કની બેલેન્શિટમાં 15-18 ટકાનો વધોરો જોવા મળી શકે છે. કેપિટલ એક્સપેન્ડિચર 10 લાખ કરોડના ટારગેટ જોવા મળે છે તો આનાથી બેન્કિંગ સેક્ટરમાં સારો પ્રતિસાદ મળશે. હવે બેન્કમાં એનપીએ લેવલ ઘટી ગયા છે. ક્રેડિટ કૉસ્ટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આવનારા બે થી ત્રણ વર્ષમાં રોકાણકારોને સારો લાભ મળી શકે છે.
અશ્વિન પારેખ એડવાઈઝરી સર્વિસિસના અશ્વિન પારેખનું કહેવું છે કે આ બજેટમાં ટેક્સ પર વધારો ફોકસ કર્યો છે. આ બજેટમાં ડેફિસિએટ જીડીપીને 5.9 ટકા રાખવાનું છે. નાણાકીય રોકાણકારોને ડેફિશિએટના આંકડા પર ખોસો ફોકસ કરશે. આ બજેટમાં ઘણા આવા મુદ્દાઓ હતા તેના પણ નાણામંત્રીએ ઘણો ફોકસ આપ્યો છે. આ બજેટને બીજા દેશો સાથે સરખાવો તો આપણા દેશની ડિજીટલ ટેકનોલૉજીને સારી રીતે યૂઝ કરવામાં આવે તેના પર વધારે ફોકસ કર્યો છે. સરકાર સાથે ટેક્સનોલૉજી ઇન્ડસ્ટ્રીએ સાથે કામ કર્યું હોય તેનું આ દેશમાં પહેલી વખત થયું છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 9 આપ્યા છે.
ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલનું કહેવું છે કે આ બજેટમાં જ્યારે પણ વેલફેર ગ્રોથની જરૂર હતી ત્યા વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણા બધા સેક્ટરમાં સારા ગ્રોથ જોવા મળી રહ્યા છે. નાણામંત્રીએ એક એક સેક્ટર પર સારો ફોકસ કર્યો છે. આ બજેટમાં ટેક્સને સારો ધ્યાન રાખ્યો છે. આગળ માર્કેટમાં શુ થથે જેની જાણકારી નથી. પરંતુ કેપેક્સમાં 33 ટકાનો ગ્રોથ કર્યો છે. તેનો સીધો લાભ ઇન્ડસ્ટ્રીઝને મળવાનો છે. નાણામંત્રીએ કહ્યું કે આપણો દેશ ગ્રોથમાં આગળ છે. તેનાથી વધારે ગ્રોથ જોવા મળી શકે છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 9 આપ્યા છે.
ઓઇસ્ટર કેપિટલના અતુલ જોષીનું કહેવું છે કે આ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેમાં ખેડૂતો માટે ઘણા સારા નિર્ણય લેવામાં આવ્યા છે. ખેડૂતોને જે પેન્શન મળે છે તે હવે તેના માટે 2.2 લાખ કરોડ ફરી અલોકેટ કર્યા છે. લગભગ 11.4 કરોડ ખેડૂતો માટે કરીવામાં આવે છે. PM-આવાસ યોજના તેમાં નાણામંત્રીએ 79 કરોડ અલોકેટ કર્યો છે. આ ત્રણ યોજનામાં 5 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. ઘણી આવી નાની જાહેરાતો કરી છે. આ બજેટમાં દેરકને ડિજિટલ પ્લેટફોર્મ આપવાની માંગ થઈ રહી છે. ખેડૂતોને પણ ડિજીટલ પ્લેટફોર્ટ આપવા માગે છે. હાલનાં બજેટમાં નાણામંત્રીએ સારો ફોકસ કર્યો છે. મેક્રોઈકોનૉમીના રેવેન્યૂમાં 12 ટકાનો ગ્રોથ બતાન્યો છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 7.5 આપ્યા છે.
લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિ.ના એમડી, મહેન્દ્ર પટેલનું કહેવું છે કે આ વર્ષના બજેટમાં નાણામંત્રીએ સારો ફોકસ કર્યો છે. આ વર્ષના બજેટમાં ઘણી નાની મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધાર્યો છે. જેનીથી ઇન્ડસ્ટ્રીને કનેક્ટીવીટી, રેલવેમાં ઇનવેસ્ટમેન્ટ વધારે કર્યું છે. નાણામંત્રીએ કેપેક્સમાં પણ વધારો કર્યો છે. જેનીતી કનેક્ટિવીટી અને ઈઝ ઑફ ડુઇન્ગ વધી શકે છે. એમએસએમઈમાં ડિજી લોકરના ડૉક્યૂમેન્ટને વેલિડિટી કરવાના છે. આ બજેટમાં સરકારે ગ્રીન એનર્જીપર પણ સારો ફોકસ બનાવ્યો છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 8 આપ્યા છે.
એસીઈ લેન્સોવન ઇન્વેસ્ટમેન્ટના વિક્રમ કોટકનું કહેવું છે કે એસટીટી અને એલટીસીજીમાં ફેરફાર ન આવ્યો તે બજાર માટે રાહત મળી છે. દરેક આવક વર્ગના લોકોને કંઈકને કંઈક મળ્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ મોટી જાહેરાત કરી છે. આ બજેટમાં જીએસટી ટેક્સમાં વધારો થઈ ગયો છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 9 આપ્યા છે.
નેપિયન કેપિટલના ગૌતમ ત્રિવેદીનું કહેવું છે કે ચૂંટમી પહેલા આવેલું આ સૈથી સારૂં બજેટ છે. સરકારે કેપેક્સ માટે કરેલી ફાળવણી આપણાં વિકાસને આગળ વધારશે. 2023માં ભારત સૌથી ઝડપ વિક્સતું અર્થતંત્ર રહેશે. નવી ટેક્સ વ્યવસ્થાથી સરકારનું ટેક્સ કલેક્શન વધશે. ભારતે PLI સ્કીમની શરૂઆત ખરા સમયે કરી છે. આ બજેટમાં કેપિટટલ ગેન્સમાં કોઈ પણ ફેરફાર નથી કર્યું. આ બજેટમાં ટેક્સમાં સારો સુધારો કર્યો છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 9 આપ્યા છે.
એવેન્ડસ કેપિટલના કો-સીઈઓ, વૈભવ સંઘવીનું કહેવું છે કે આ બજેટથી સરકારની સાતત્યતા વિશે ખબર પડે છે. છેલ્લા 10 વર્ષમાં આપણો કેપેક્સ રેશિયો ઘટ્યો છે. સરકાર ટેકનોલૉજી પર ખર્ચ કરીને આર્થિક સધ્દ્રરતાનો પાયો નાખી રહી છે. આ બજેટમાં નાણામંત્રીએ ઘણા બેનિફિટ આપ્યો છે. આ બજેટમાં નાણામંત્રીએ કેપેક્સ પર ઘણો ભાર આપ્યો છે. આ બજેટથી આપણા ઇકોનૉમી પર સારી અસર જોવા મળી શકે છે. આ બજેટમાં રેટિંગ 10 માંથી 10 આપ્યા છે.