Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ ભાષણ વાંચી રહ્યા છે. બજેટની જાહેરાતોમાં તમામની નજર રાહત યોજનાઓ પર છે. કઈ વસ્તુઓ મોંઘી થશે, કઈ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેના પર લોકોનું ખાસ ધ્યાન છે. સરકારે આ બજેટમાં જાહેરાત કરી છે કે મોબાઈલના કેટલાક ભાગો - કેમેરા લેન્સ, લિથિયમ સેલની આયાત પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. દરિયાઈ ઉત્પાદનોના મુખ્ય ઈનપુટ્સ પરની ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે. આ ઉપરાંત આયાતી સિગારેટ મોંઘી થશે. સિગારેટ પરની ડ્યુટી વધારીને 16 ટકા કરવામાં આવી છે.