Budget 2023:જો તમારી વાર્ષિક આવક આટલી હોય તો અપનાવો નવી ટેક્સ વ્યવસ્થા, જાણો ફાયદા અને નુકસાન
Budget 2023-2024: બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે મધ્યમ વર્ગના બેનિફિટ માટે નવી ટેક્સ વ્યવસ્થાના માળખામાં ફેરફાર કરીને ટેક્સપેયર માટે નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી છે. બજેટમાં કરાયેલા પ્રસ્તાવ અનુસાર, નવા ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
Budget 2023-2024: નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે જો કરદાતાના વાર્ષિક કપાત અને મુક્તિના દાવા રૂ. 3.75 લાખથી ઓછા હોય, તો તેને નવી ટેક્સ વ્યવસ્થા અપનાવવામાંથી મુક્તિ મળવી જોઈએ જેથી તેને ફાયદો થશે. અધિકારીએ જણાવ્યું હતું કે જૂની ટેક્સ વ્યવસ્થાની સરખામણીમાં તેણે ઓછો આવકવેરો ચૂકવવો પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ટેક્સપેયર માટે આસાન અને નીચા ટેક્સ રેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ મૂલ્યાંકન પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે.
2023-24નું બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકારે મધ્યમ વર્ગના બેનિફિટ માટે નવી કર વ્યવસ્થાના માળખામાં ફેરફાર કરીને ટેક્સપેયર માટે નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી છે.
બજેટમાં કરાયેલા પ્રસ્તાવ અનુસાર, નવા ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જો કે, રોકાણ અને આવાસ ભથ્થા જેવી મુક્તિ સાથે જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી ટેક્સ વ્યવસ્થા અપનાવવાની સલાહ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "નવી સિસ્ટમ હેઠળ, જો આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાનો કપાતનો દાવો 3.75 લાખ રૂપિયાથી ઓછો હોય, તો તેને નવી કર વ્યવસ્થા અપનાવવાની સલાહ આપવામાં આવશે." તેમને બજેટમાં કરવામાં આવેલી દરખાસ્ત મુજબ બેનિફિટ મળશે અને તેમની પર કરની જવાબદારી ઓછી હશે.
તેમણે કહ્યું કે આવકવેરા રિટર્નના ડેટાનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ પર પહોંચ્યો છે. અધિકારીએ કહ્યું, "અમને ખાતરી છે કે નવી કર વ્યવસ્થા અપનાવનારા ટેક્સપેયરની સંખ્યા જૂની સિસ્ટમ અપનાવનારા કરતા વધુ હશે."
તેમણે કહ્યું, “આવકવેરા વિભાગ પહેલાની જેમ આ સંદર્ભમાં ઑનલાઇન કેલ્ક્યુલેટર પ્રદાન કરી શકે છે. આ ટેક્સપેયરને તેમની વ્યક્તિગત કર જવાબદારીનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ બનાવશે અને તે મુજબ પોતાના માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરશે.
ટેક્સ સિસ્ટમ શું છે? નવી વ્યવસ્થા ટેક્સપેયર માટે અનુપાલન બોજને ઘટાડશે કારણ કે તેમને વિવિધ રોકાણો માટે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની જરૂર રહેશે નહીં. નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે નવા ટેક્સ રિજીમમાં ફેરફારથી ટેક્સપેયરને ફાયદો થશે. જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે, તો તેણે હવે 45,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે, જે પહેલા 60,000 રૂપિયા હતો.
તેમણે વધુમાં કહ્યું કે એ જ રીતે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા હોય તો તેણે માત્ર 1.5 લાખ રૂપિયા અથવા તેની આવકના માત્ર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ નવી કર વ્યવસ્થાના વર્તમાન સ્વરૂપ હેઠળ કરવામાં આવનાર રૂ. 1,87,500 કરતાં લગભગ 20 ટકા ઓછું છે.