Budget 2024: 31 માર્ચ 2025 સુધી નીચા દરે ઈમ્પોર્ટ થશે. પામ, સોયા, સૂર્યમુખી તેલની ઈમ્પોર્ટ કરવામાં આવશે. દેશમાં ઓછા દરે RBDની પણ ઈમ્પોર્ટ કરવામાં આવશે. સરકારે જૂન 2023માં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. અગાઉ 31 માર્ચ 2024 સુધી ઓછા દરે ઈમ્પોર્ટ કરવાની હતી.
બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોમોડિટી માર્કેટની બજેટથી શુ આશા અપેક્ષા છે તે અંગે આજે આપણે નિષ્ણાંતો સાથે વાતચીત કરીશું. ખાદ્યતેલ બાબતે ઇન્ડસ્ટ્રીની શું અપેક્ષા, જેમ્સ અને જ્વેલરી સેકટર નાણામંત્રી પાસેથી શુ અપેક્ષા રાખી રહ્યું છે. અને કોમોડિટી પાર્ટિસિપન્ટસને શું જોઇએ છે આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું.
ખાદ્યતેલ માટે સરકારને SEAની અપીલ
ખાદ્યતેલની નીતિમાં ફેરફાર જરૂરી છે. વર્તમાન નીતિને કારણે ઉદ્યોગો અને ખેડૂતોને નુકસાન થાય છે. નીચા દરે ખાદ્યતેલની ઈમ્પોર્ટને કારણે ખેડૂતોને નુકસાન. નીચા દરે ઈમ્પોર્ટ કરવાથી તેલીબિયાની ખેતી ઘટવાની સંભાવના છે. તેલીબિયામાં આત્મનિર્ભર બનવું શક્ય બનશે નહીં.
ખાદ્યતેલ પર સરકારની નીતિ
31 માર્ચ 2025 સુધી નીચા દરે ઈમ્પોર્ટ થશે. પામ, સોયા, સૂર્યમુખી તેલની ઈમ્પોર્ટ કરવામાં આવશે. દેશમાં ઓછા દરે RBDની પણ ઈમ્પોર્ટ કરવામાં આવશે. સરકારે જૂન 2023માં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. અગાઉ 31 માર્ચ 2024 સુધી ઓછા દરે ઈમ્પોર્ટ કરવાની હતી.
સરકાર પાસે કસ્ટમ ડ્યુટી ઘટાડવાની માંગ
કસ્ટમ ડ્યુટીમાં 5% ઘટાડો કરવાની માંગ છે. જ્વેલરીની ખરીદીમાં EMI સુવિધા ઉપલબ્ધ છે. જૂના સોનાની રોકડ મર્યાદા વધારવાની માંગ છે. રોકડ મર્યાદા 1 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ છે. જ્વેલર્સનો કેપિટલ ગેઈન ટેક્સ હટાવવાની માંગ. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને પ્રોત્સાહન આપવું જોઈએ. દેશમાં વાર્ષિક 800 ટન સોનાની આયાત થાય છે.
ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમથી ઈમ્પોર્ટ ઘટશે. સોનાની વાર્ષિક ઈમ્પોર્ટ ઘટીને 400 ટન થશે. ક્રેડિટ કાર્ડ પર કમિશન ઘટાડવાની માંગ છે. હાલમાં બેન્કો ક્રેડિટ કાર્ડ પર 2.5% કમિશન વસૂલ કરે છે. રિટેલરોને પણ અશોક ચક્રના સિક્કા વેચવાની પરવાનગી મળવી જોઈએ. ઉદ્યોગસાહસિકો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદામાં વધારો કરવો જોઈએ. કોલેટરલ ફ્રી લોન મર્યાદા 2 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરવી જોઈએ. હોલમાર્કિંગના અમલીકરણથી ઉદ્યોગને ફાયદો થયો. ગિફ્ટ સિટી આવવાથી ઉદ્યોગને ફાયદો થયો.
સોના-ચાંદીના મોટા સમાચાર
સરકારે સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો. સ્ક્રુ-હુક્સ અને સિક્કાની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થયો. સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી 12.50% થી વધારી 15% કરી. નિર્ણય 22 જાન્યુઆરીથી લાગૂ થયો.
GJC ના ચેરમેન, સંયમ મહેરાનું કહેવુ છે કે પહેલા ઈ-કોમર્સ ટર્નઓવર 7-8% હતું. હાલ ઈ-કોમર્સ બિઝનેસ વધીને 12-13% થયો. ડિજીટલાઇઝેશનને કારણે લોકોની સુવિધા વધી રહી છે. રિટેલર્સ ગ્રાહકોને એક્સચેન પર સારી સુવિધા આપી રહ્યા છે. વર્તમાન ભાવ કરતાં 1-2% ઓછા ભાવે જૂના સોનાનું એક્સચેજ થયુ. ઈ-કોમર્સ જ્વેલરી ઉદ્યોગ વાર્ષિક 20%ના દરે વધી રહ્યો છે. સોનાના સિક્કા અને બુલિયનનું વેચાણ ઘટ્યું. હોલમાર્કિંગના અમલને કારણે જ્વેલરીનું વેચાણ વધ્યું. રોકાણ માટે ડિજિટલ સોનું પણ સારો વિકલ્પ છે. નાના રોકાણથી સોનું ખરીદવું સરળ બની જાય છે.
પ્રતિબંધીત એગ્રી વાયદા શરૂ કરવાની માંગ. લણણી બાદ ખેડૂતોને પાક વેચવાનો તણાવ. ખેડૂતોનો તણાવ ઓછો કરવા માટે કામ કરવું જોઈએ. બજારો પાસે સ્ટોરેજની સુવિધા ઉભી કરવાની માંગ છે. PPP મોડલ પર સ્ટોરેજ સુવિધા પૂરી પાડવાનું શક્ય છે. NRI માટે કૉમોડિટી માર્કેટ ખોલવાની માંગ છે. અર્થતંત્રના વિકાસમાં કૉમોડિટીની મોટી ભૂમિકા છે. કોમર્શિયલ બેન્કોને પણ બજારમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ. ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવાની પણ માંગ છે. એક્સચેન્જ દ્વારા ડિલિવરી પર iGST હેઠળ ટેક્સ લાગશે. બજારમાં નવા કૉમોડિટી વાયદા લાવવાની જરૂર છે. વીજળી, કાર્બન ક્રેડિટ વાયદા લાવવાની માંગ છે. કૉમોડિટી માર્કેટમાં અપાર સંભાવનાઓ છે.