Budget 2024: સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે- આશિષ સોમૈયા | Moneycontrol Gujarati
Get App

Budget 2024: સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે- આશિષ સોમૈયા

Budget 2024: આગળ બજેટ 2024 કેવુ રહેશે અને માર્કેટ પર વ્યૂહ જાણીશું વ્હાઇટઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટના CEO આશિષ સોમૈયા પાસેથી.

અપડેટેડ 03:07:32 PM Jan 30, 2024 પર
Story continues below Advertisement
Budget 2024: આશિષ સોમૈયાનું માનવુ છે કે EV 2 વ્હીલર માટે કોઈ જાહેરાત આવી શકે છે. EV માટેના ઈકો સિસ્ટમ અંગેની જાહેરાત પર નજર રહેશે.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે આ વોટ ઓન એકાઉન્ટને હળવાશથી ન લેવું. સરકારમાં ફેરફાર નહીં થાય એટલે બજેટ મહત્વનું રહેશે. સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે છે.

આશિષ સોમૈયાના મતે શહેરી માગ કરતા ગ્રામિણ માગ ઓછી હોવાની વાત છે. લોકોના હાથમાં નાણાં આવે એવી જાહેરાતો શક્ય છે. ખાનગી સેક્ટરને કેપેક્સ માટે પ્રોત્સાહન આપવામાં આવે. કોર્પોરેટ ટેક્સ કરતા ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન વધારે છે. એટલે ડાયરેક્ટ ટેક્સમાં રાહત આવી શકે છે. ડિફેન્સ પરનું ફોકસ વધતું જોવા મળશે.

આશિષ સોમૈયાનું માનવું છે કે LTCGમાં કોઈ ફેરફાર નહીં આવે. ડિવિડન્ડ પરના ટેક્સમાં કોઈ રાહત આવવી જોઈએ. LTCG કાઢ્યો હતો ત્યારે STT લગાવ્યો હતો. STTનો આટલો ઊંચો દર થોડો ગેરવ્યાજબી છે.


આશિષ સોમૈયાના મુજબ બજારમાં તેજી જળવાઈ રહે તેવું અનુમાન છે. 2024ના બીજા છમાસિકમાં વ્યાજદર ઘટી શકે છે. USમાં મંદી દેખાશે ત્યારે વ્યાજદર ઘટી શકે છે. USમાં વ્યાજદર ઘટશે તો ભારતીય રૂપિયો સ્થિર થશે.

આશિષ સોમૈયાએ જણાવ્યુ કે બજારમાં સેક્ટર રોટેટ થવું સામાન્ય વાત છે. ઈન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગના વેલ્યુએશન વધી ગયા છે. બ્રોડ માર્કેટનું પ્રદર્શન યથાવત્ રહેશે તેવું લાગે છે. મિડકેપમાં અને અમુક સ્મોલકેપમાં તેજી જોવા મળી શકે છે. PSU સેક્ટરમાં હજુ તેજીની જગ્યા છે. જ્યાં વધુ તેજી આવી છે ત્યાં થોડા સાવધાન રહેજો. PSU બેન્ક અને પાવર સેક્ટરમાં હજુ ક્ષમતા છે.

Union Budget 2024: સંસદ ભવની સુરક્ષા માટે CISF ની 140 જવાનોની ટુકડી તૈનાત, પરિસરમાં આટલી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

આશિષ સોમૈયાના મતે કેપિટલ ગુડ્ઝ અને ફાર્મામાં પરિણામ અનુમાનથી સારા રહ્યા. બેન્કિંગ સેક્ટરમાં પણ પરિણામ અનુમાનથી સારા રહ્યા. ટેક્નોલોજીમાં પરિણામ અનુમાન પ્રમાણે નબળા રહ્યા. નિફ્ટીના પરિણામો અનુમાન મુજબ રહ્યા છે. બે ત્રિમાસિકમાં પરિણામમાં મજબૂતી રહેશે.

આશિષ સોમૈયાનું માનવુ છે કે સોલાર અંગે બજેટની બહાર થઈ રહી છે. EV 2 વ્હીલર માટે કોઈ જાહેરાત આવી શકે છે. EV માટેના ઈકો સિસ્ટમ અંગેની જાહેરાત પર નજર રહેશે. ન્યુક્લિયર અને સોલાર પર ફોકસ ઘણો છે. ડિજીટાઈઝેશનમાં સરકાર કોઈ નવી જાહેરાત નહીં કરે. રિયલ એસ્ટેટમાં આ અંગેની કોઈ જાહેરાત આવે તેવી આશા છે.

આશિષ સોમૈયાના મુજબ એર ઈન્ડિયા સિવાય વિનિવેશમાં સફળતા નથી મળી. ડિફેન્સ, પાવરમાં સરકાર કામ કરી રહી છે. બેન્કિંગમાં પણ સરકારે ઘણું કંસોલિડેશન કર્યું છે. વિનિવેશ અંગે કોઈ મોટી જાહેરાત આવી ન શકે.

આશિષ સોમૈયાએ જણાવ્યુ કે 2018-2020માં ભારતમાં ગ્રોથ ઓછો હતો. તે સમયે પણ ભારતનું ધ્યાન ફિસ્કલ ડેફિસિટ પર ધ્યાન હતું. US સિવાયના અન્ય વિશ્વમાં ગ્રોથનો અભાવ છે. ગ્રોથ ઉપર ફોકસ હશે તો નાણાંકીય ખાધ અંકુશમાં આવશે. ખાનગી સેક્ટરને રોકાણ માટેનું પ્રોતાસ્હન આપવું જોઈએ. ખાનગી સેક્ટરમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. હાલના સેક્ટર ફાળવણી વધારવામાં આવે તેવી જાહેરાત શક્ય.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2024 3:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.