Budget 2024: આયુષ્માન ભારત સ્કીમથી 10 લાખ સુધી કરવાની યોજના, ઈન્શ્યોરેન્સ કવર ડબલ કરવાની શક્યતા
Budget 2024: કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના (PM-JAY)ના હેઠળ ઈન્શ્યોરેન્સ કવરને બે ગુણો એટલે કે 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. બજેટમાં લોકોને મોટી રાહત મળી શકે છે.
Budget 2024: કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના (PM-JAY)ના હેઠળ ઈન્શ્યોરેન્સ કવરને બે ગણો કરી શકે છે. હાલમાં, આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવે છે, જે આગામી બજેટ 2024 (Budget 2024) માં 10 લાખ રૂપિયા કરી શકાય છે. પીટીઆઈએ કહ્યું છે કે કેન્સર અને અન્ય ગંભીર રોગોને કવર કરવાની યોજના બનાવી રહી છે, જેથી લોકોની વધું નાણાની મદદ કરી શકે.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર, 5 લાખ રૂપિયાથી વધું ખર્ચા વાળા કેન્સર અને પ્રત્યારોપણ જેવા ઉપચારને પણ કવર કરવા માટે મંત્રાલય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના (PM-JAY)ના હેઠળ ઈન્શ્યોરેન્સ રકમને 2023-24 થી પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાથી વધીને 10 લાખ રૂપિયા સુધી કરવા પર કામ કરી રહી છે. 1 ફેબ્રુઆરીએ વચગાળા કેન્દ્રીય બજેટમાં આ સંબંધમાં વધારાની આશા છે.
આ લોકોને લાભ આપવાની યોજના
આરોગ્ય મંત્રાલય (Ministry of Health) આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ના હેઠળ લાભાર્થીઓને બે ગણો કરીને 100 કરોડ રૂપિયા કરવા અને કિસાન સન્માન નિધિ લાભાર્થીઓ, બાંધકામ કામદારો, નૉન-કોલસા ખાણ કામદારો અને આશા વર્કરોને લાભ આપવાનું પણ યોજન બનાવી રહી છે
ક્યારે શરૂ કરવામાં આવી હતી આ યોજના
સપ્ટેમ્બર 2018 માં આયુષ્માન ભારત યોજના રજૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ વર્ગને આરોગ્ય કવરેજ આપવાનો છે. આયુષ્માન ભારત હેઠળની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા PM-JAYને દપનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે.
રજૂ કર્યા આટલા બધા કાર્ડ
સરકારી આંકડાઓ અનુસાર, આ યોજના હેઠળ હાલમાં 55 કરોડ લોકો જોડાયા છે, જે 12 કરોડ પરિવારોની સમકક્ષ છે. આ યોજનાનો વિસ્તાર ઘમા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે. 20 ડિસેમ્બર, 2023 સુધી આ યોજના હેઠળ લગભગ 28.45 કરોડ આયુષ્માન કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે. કુલમાંથી 9.38 કરોડ આયુષ્માન કાર્ડ ફક્ત 2023માં જ રજૂ કરવામાં આવ્યા હતા.