નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરી 2024એ નાણામંત્રી સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે તેમાં લોકોની ઘણી અપક્ષાઓ પણ વધારે રહેશે. પગાર વર્ગ વાળા લોકોની પણ આ બજેટમાં નાણામંત્રી પાસેથી ઘણી આશા છે. પગાર વર્ગના લોકોને ટેક્સ છૂટને લઈવે ઘણી અપેક્ષાઓ રહી છે. પગાર વર્ગના લોકોની આશાના અનુસાર જો નાણામંત્રી આ બજેટમાં માત્ર બે જાહેરાત કરે તો ટેક્સપેયર્સને મોટી રાહત મળી જશે. ટેક્સની છુટમાં આશા લગાવી રહ્યા પગાર વર્ગ ઈચ્છે છે કે નાણામંત્રી બજેટમાં બે મોટી જાહેરાત કરે. આ બે મોટી જાહેરાતથી તેમણે રાહત મળશે.