Budget 2024: મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા અને રોજગાર વધારવા માટે સરકાર વચગાળાના બજેટમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો દાયરો વધારી શકે છે. ડેલોયે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ, જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટ જેવા ક્ષેત્રોને પણ PLIના દાયરામાં સામેલ કરી શકાય છે. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર રજત વાહીએ જણાવ્યું હતું કે, આજે PLI સ્કીમ હેઠળ 14 સેક્ટર છે. આમાંના ઘણા ક્ષેત્રો મોટા પાયે રોજગારી પેદા કરતા નથી.