વૈભવ સંઘવીનું કહેવુ છે કે ગયા બજેટની જેમ કેપેક્સ પર ખર્ચ યથાવત્ રહેશે. સપ્લાય તરફની સમસ્યાઓ દૂર કરવાના પગલા લેવાશે. નાણાંકીય ખાઘ પર સરકારનો ફોકસ રહેશે. સરકાર ટેક્સમાં કોઈ પણ પ્રકારની મોટી રાહત નહીં આપે. સરકારનું ફોકસ આવક પર રહેવાનું છે. સરકારના પગલાને કારણે મોંઘવારી અંકુશમાં રહી છે.
વૈભવ સંઘવીના મતે આવનારા વર્ષ માટે પરિણામ થોડા નબળા આવી શકે છે. વેલ્યુએશન જ્યાં વધારે છે તેવા સેક્ટરમાં તક દેખાતી નથી. 3-5 વર્ષ માટે મેક ઈન્ડિયાના લાભાર્થી સેક્ટરમાં રોકાણ કરવું. પ્રાઈવેટ બેન્ક, ગ્રાહક આધારીત સેક્ટરમાં રોકાણ કરી શકાય. પરિણામમાં સાતત્યતા રહેશે તો બજારમાં તેજી આવી શકે છે. પરિણામ નબળા રહેશે તો બજારમાં ઘટાડો આવી શકે છે.