Budget 2024: ઉદ્યોગ જગતનું કહેવું છે કે સરકાર માટે દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે પગલાં લેવા મહત્વપૂર્ણ છે કારણ કે ભારત આગામી વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે.
Budget 2024: ઉદ્યોગ મંડળે રોજગાર સર્જનને વેગ આપવા માટે શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે વસ્ત્રો, રમકડાં, ફૂટવેર વગેરેમાં પીએલઆઈ વિસ્તારવાની હિમાયત કરી છે.
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના વચગાળાના બજેટમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપીને, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મોટી રકમની ફાળવણી કરીને અને કરવેરાના મોરચે રાહત આપીને સામાજિક ક્ષેત્રની યોજનાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ છે.
ઉદ્યોગ જગતનું કહેવું છે કે સરકાર માટે દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે પગલાં લેવા મહત્વપૂર્ણ છે કારણ કે ભારત આગામી વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે.
ઉદ્યોગ મંડલ ભારતીય ઉદ્યોગ પરિસંધ (સીઆઈઆઈ) એ વિનિર્માણમાં ગુણવતા અને ઉત્પાદકતા વધારવા માટે 'અત્યાધુનિક વિનિર્માણ માટે રાષ્ટ્રીય મિશન' શરૂ કરવાનો સુજાવ આપ્યો છે.
સીઆઈઆઈએ બજેટ અંગે નાણા મંત્રાલયને આપેલા તેના પ્રસ્તાવમાં કહ્યું છે કે, "મિશન હેઠળ, ટેકનીકી રીતે અદ્યતન ઉત્પાદન ઉદ્યોગના નિર્માણ માટે પર્યાવરણને મજબૂત બનાવવું જોઈએ અને ઉત્પાદન ક્ષેત્રમાં પરિવર્તનશીલ તકનીકોને અપનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ."
ઉદ્યોગ મંડળે રોજગાર સર્જનને વેગ આપવા માટે શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે વસ્ત્રો, રમકડાં, ફૂટવેર વગેરેમાં પીએલઆઈ (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ) વિસ્તારવાની હિમાયત કરી છે. ઉપરાંત, આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે, કેપિટલ ગુડ્સ, રસાયણો જેવા ક્ષેત્રોને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાં આયાત વધુ છે પરંતુ સ્થાનિક સ્તરે તેની સંભાવના છે.
સીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનર્જીએ જણાવ્યું હતું કે, "વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પર અનિશ્ચિતતાને જોતાં, આર્થિક વૃદ્ધિ અને નાણાકીય એકત્રીકરણ વચ્ચે સંતુલન મહત્વપૂર્ણ છે."
તેમણે કહ્યું, “સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 5.9 ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક રાખ્યો છે. તેને યથાવત રાખવું જોઈએ. તેમજ આગામી નાણાકીય વર્ષ 2024-25માં તેને ઘટાડીને 5.4 ટકા કરવા માટે પગલાં લેવા જોઈએ. આ માટે, આવક વધારવા અને ખર્ચને તર્કસંગત બનાવવા માટે પગલાં લેવાની જરૂર છે તો બીજી તરફ વૃદ્ધિ માટે અવકાશ ઉભો કરવો પડશે.
ઉદ્યોગ મંડળ ફિક્કીએ કહ્યુ, "....ભારત એક નિર્ણાયક તબક્કે છે અને વર્તમાન વૈશ્વિક વિકાસ અને સંબંધિત ગતિવિધિઓને જોતાં, સરકારે આગામી બજેટમાં જાહેર મૂડી ખર્ચ (ભૌતિક, સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર) પર ભાર આપવાનું ચાલુ રાખવું જોઈએ."
નાણા મંત્રીએ 2023-24 ના બજેટમાં મૂડી ખર્ચ 37.4 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કર્યો હતો.